________________
કુમારપાલ પ્રબંધ
૧૮૭
એટલે ખાણીઆમાં શાળ નાખી તેના ઉપર યશશ્ચન્દ્ર ગણિએ જેવું સાંબેલાથી ખાંડવા માંડયું કે પહેલાં મંદિર હાલી ઉઠયું, અને બીજો પ્રહાર થતાં દેવીની મૂર્તિજ પિતાને ઠેકાણેથી ઉપડી “વજી જેવા હાથથી થતા પ્રહારોથી મને બચાવે, બચાવો,” એમ બેલતી શ્રી હેમચન્દ્રના ચરણમાં પડી. આ રીતે સાચી વિદ્યાના બળથી તે દેવી જેનું મૂળ કારણ છે એવી મિથ્યા દષ્ટિવાળાઓની જંત્રી (ચન્તર)ના દેષને દૂર કરીને શ્રો સુવ્રત સ્વામીને મન્દિરે ગયા.
(૧૭) સંસારરૂપી સમુદ્રના સેતુરૂપ, કલ્યાણ માર્ગે જવામાં રસ્તાના દીવા જેવાં, વિશ્વના ટેકા માટે લાકડી જેવાં બીજા મતના મેહને દૂર કરવા માટે ઉગેલા કેતુ જેવાં અને અમારા મનરૂપી હાથીને બાંધવા માટે મજબુત થાંભલાનું રૂપ લેનારાં શ્રીસુવ્રતસ્વામીના ચરણેનાં નખનાં કિરણો (સૌનું રક્ષણ કરો.
આ સ્તુતિઓ વડે શ્રી મુનિસુવ્રતસ્વામીની ઉપાસના કરીને શ્રીઆમભટને રોગમાંથી છુટ્યાનું સ્નાન કરાવી જેમ આવ્યા હતા તેમ શ્રી હેમચંદ્ર અને યશશ્ચન્દ્રગણિ ગયા. શ્રાÉદયનચૈત્યમાં, શકુનિકાવિહારમાં અને રાજાના ઘટીગૃહમાં એ રીતે ત્રણ સ્થળે કોકણના રાજાના ત્રણ કલશને વહેંચી નાખ્યા. આ પ્રમાણે શ્રીરાજપિતામહ આમ્રભરને પ્રબંધ પુરે થયે ૩૪
૨૦ એક વખત કુમારપાલ રાજા પાંડિત્ય મેળવવવાની ઇચ્છાથી કપદિમત્રોની અનુમતિથી જમ્યા પછી એક ક્ષણ કોઈ વિદ્વાન પાસે કામંદકીય નીતિશાસ્ત્ર સાંભળતા હતા; તેમાં નીચેને લોક આવ્યા :
(૧૭) મેઘ પેઠે રાજા પણ પ્રાણીઓને આધાર છે. મેઘ આડે. થાય તે છવાય પણ રાજા આડો થતાં છવાય નહિ,
આ વાક્ય સાંભળીને કુમારપાલે “મેઘ રાજાની પામ્યા છે” એમ કહ્યું ત્યારે બધા સભાસદેએ રાજાના વખાણમાં ઓવારણાં લેવા માંડયાં, એ જોઈને કપર્દીમંત્રી નીચું માથું રાખી બેસી રહ્યા એટલે એકાંતમાં રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “મહારાજે ઔપમ્યા શબ્દ વાપર્યો. એ કોઈ શબ્દ વ્યાકરણમાં નથી, છતાં આપની ખુશામત કરનારાઓએ ( ૩૪ પ્ર. ચિની એક પતમાં શકુનિકા વિહારના જીર્ણોદ્ધારમાં બે કરોડનું ખર્ચ થયું એટલું વધારે છે. આ પ્રભટને આ પ્રબંધ જિનપ્રભસૂરિના તીર્થ ક૫માં તેમજ પ્ર. એ. (હે. સૂ. પ્ર.)માં મળે છે. વળી જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૧૧-૨૧૩ માં આ ઉદ્ધાર કર્યો એમ લખ્યું છે, (છે. ૬૪૨) ત્યારે જિનમંડનગણિએ ગણિએ વિ. સં. ૧૨૨૨ ની સાલ આપી છે (પૃ. ૭૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org