________________
કુમારપાલ પ્રબંધ
૧૮૫
ઉપર કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શ્રી પાટણના સંઘને નિમંત્રણ પૂર્વક તેડાવીને મોટા ઉત્સવથી સં. ૧૨૧૧માં મંત્રીએ ધજા ચડાવી.૩૧ તેણે મમ્માણીય ૩૨ખાણમાંથી પથરો લાવીને ત્યાંના કારીગરે પાસે તેમાંથી મૂર્તિ ઘડાવી હતી. વળી વાક્ષટપુરમાં રાજાના પિતાના નામથી ત્રિભુવનપાલ વિહાર કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. તથા દેવની પૂજા માટે શહેરમાં ૨૪ બગીચાઓ, શહેરને ફરતો કેટ તથા દેવમંદિરોને ગરાસ, (પૂજારીઓ માટે) મકાન વગેરે આપ્યાં. આ બધું કરાવ્યું તેમાં–આ તીર્થોદ્ધાર ખાતે નીચે પ્રમાણે ખરચ થયું –
(૧૫) જેના મંદિરમાં એક કરોડ અને સાઠ લાખનો ખરચ થયો તે વાગભટ દેવનું વિદ્વાનેથી કેમ વર્ણન થઈ શકે?
આ પ્રમાણે શ્રી શત્રુંજયદ્વાર પ્રબંધ પુરે થયે. ૧૮ હવે વિશ્વમાં જેને એકને જ સુભટ-(શરીર) કહી શકાય એવા શ્રી આમ્રભટે પિતાના કલ્યાણ માટે ભૃગુપુર (ભરૂચ)માં શ્રી શકુનિકા વિહારનું મંદિર બંધાવવાની શરૂઆત કરતાં, પાયા ખદાતા હતા ત્યાં નર્મદા પાસે હોવાથી અકસ્માત જમીન ભેગી થઈ જઈને પાયા પૂરાઈ જતાં મજુરે હેરાન થવા (દટાઈ જવા ?) લાગ્યા. એટલે તેઓ ઉપરની દયાને વશ થઈને પિતાની જ ખૂબ નિન્દા કરતાં કરતાં આમ્રભટે સ્ત્રી પુત્ર સાથે એ પાયામાં ઝપાપાત કર્યો. આ તેના અતિશય સાહસથી તે વિઘ દૂર થઈ જતાં પાયાનો પથરો મુકીને શરૂ કરેલું આખું મન્દિર પૂરું થઈ જતાં, કળશ અને ધજા ચડાવવાના ઉત્સવ વખતે શહેરના સંદ્યને નિમંત્રણ પૂર્વક તેડાવીને તેનું અન્નવસ્ત્ર, અલંકાર વગેરેથી યથાયોગ્ય સન્માન કરીને, સામોને જેમ આવ્યા હતા તેમ પાછા મોકલ્યા. પછી ધજા ચડાવવાનું શુભ મુહૂર્ત પાસે આવતાં ભટ્ટારક શ્રીહેમચન્દ્રને આગળ કરીને રાજ સાથે શ્રી અણુ હિલપુરના સંઘને ત્યાં બેલાવીને અતિશય સ્નેહપૂર્વક અલંકારો વગેરે આપીશ તેને તૃપ્ત કર્યા પછી ધજા ચડાવવા માટે ચાલવાની શરૂઆત કરતાં માગણ
૩૧ શત્રુ જયને મંદિરને જીર્ણોદ્ધાર કરી તેના ઉપર સં. ૧૨૧૩ માં ધા ચડાવી તથા હેમચંદ્ર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી એમ પ્ર. એ. (હે. સૂ. પ્ર, શ્લ, ૬૭૨) માં કહ્યું છે જ્યારે જિનમંડન ગણિએ (પૃ. ૭૩) તથા ચા. ગણિએ (સ. ૭) મેરૂતુંગ પેઠે આ જીર્ણોદ્ધારની સં. ૧૨૧૧ ની સાલ આપી છે,
૩૨ મમ્માણીય ખાણ મૂતિના પથ્થર માટે અહીં તથા આગળ વસ્તુપાલચરિતમાં આવે છે. એ કઈ ખાણું?
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org