________________
ભેજ અને ભીમના પ્રબંધ
૧૪૩
અને રત્નાકર પંડિતે –
(૩૧) નગ્ન ( દિગંબર) સ્ત્રીઓની મુક્તિની ના પાડે છે, એ વાત તે ઉઘાડી છે. પછી નકામી કર્કશ તર્કની રમત શા માટે કરવી ? તમારી આ ઈછા અનર્થનું મૂળ છે.૭૦
આ પ્રમાણેના બે શ્લેકે મશ્કરી સાથે કુમુદચન્દ્ર તરફ મોકલી આપ્યા.
હવે શ્રી મયણલ્લદેવીને કુમુદચન્દ્ર તરફ પક્ષપાત હતો તેથી તેઓ હમેશાં પોતાની પાસે આવેલા સભ્યોને, કુમુદચન્દ્રને જય થાય એ માટે આગ્રહ કર્યા કરે છે એમ સાંભળીને, શ્રી હેમચન્ટે તેઓ (દિગંબર) પાસે કહેવરાવ્યું કે વાદ વખતે દિગંબરો સ્ત્રીઓએ કરેલું પુણ્ય નકામું જાય છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરશે અને કવેતાંબરો સ્ત્રીઓએ કરેલું પુણ્ય સફળ થાય છે એમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે. આ ઉપરથી વ્યવહારથી બહિર્મુખ એવા દિગંબર તરફને પક્ષપાત રાણીએ છોડી દીધું. હવે પોતપેતાને મત પહેલેથી લખી આપવા માટે કુમુદચંદ્ર પાલખીમાં બેસીને અને રત્નપ્રભ ચાલતા અક્ષપટલમાં ગયા. અને તેના અધિકારીઓ પાસે
(૩૨) કેવલપદને પામેલો આહાર નથી કરતે, વસ્ત્રોવાળાને નિર્વાણ નથી મળતું, સ્ત્રીઓને (કૈવલ્યની) સિદ્ધિ નથી થતી એ કુમુદચન્દ્રનો મત છે.
એ રીતે કુમુદચન્દ્ર પિતાને સિદ્ધાંત લખાવ્યું. હવે વેતાંબરોનો જવાબ નીચે પ્રમાણે છે –
(૩૩) કેવલપદને પામેલો પણ આહાર કરે, વસ્ત્રધારણ કરનારને પણ મેક્ષ થાય, અને સ્ત્રીને પણ મોક્ષ થાય; એ દેવસૂરિને મત છે. - ૭૦ રા. દી. શાસ્ત્રીએ બતાવ્યું છે તેમ આ શ્લોકમાંથી બીજો અર્થ એવો નીકળે છે કે-નાગાં માણસે સ્ત્રીઓને રેકે પોતાની પાસેથી છુટી ન કરે એનું કારણું ઉઘાડું છે. આમાં દિગબરને ઉઘાડે ઉપહાસ છે. અને ગ્રન્થકર્તાએ મશ્કરી સાથે” શબ્દમાં સ્વમુખે એ કહ્યું જ છે.
૭૧ અક્ષપટલ–આ શબ્દ જૂના ઉત્કીર્ણ લેખમાં તથા હર્ષ ચરિત જેવા ગ્રન્થોમાં મળે છે. હર્ષચરિતનું અંગ્રેજી ભાષાંતર કરનાર કેવેલ અને થોમસે અક્ષપટલને અર્થ લેખ-document કર્યો છે, પણ એની અવીલીઅમ્સ “ લેખેને રાખવાનું સ્થાન' depository of legal documents એવો અર્થ આપ્યો છે. રા. દી. શાસ્ત્રી “ અદાલતની કચેરી” અર્થ કરે છે. આ તેના કેષમાં પણ એ અર્થ છે. રાજ્યના દક્તિરિ archive અક્ષપટલિક કહેવાતાં એમ બુલ્હર ઉકીર્ણ લેખો ઉપરથી કહે છે. ટૂંકામાં રાજ્ય તરફનાં લખાણ-દા. ત. દાનપત્રો, જ્યાં લખાય અને સચવાય તે અક્ષપટલ અને તેની વ્યવસ્થા કરનાર અક્ષપટલિક રાજ્યના મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org