________________
૧૫૬
પ્રબંધ ચિંતામણી ઈથી સેનેરી શેભા ધારણ કરતા બે રાક્ષસેને જોઇને સભા ભયથી ભ્રમિત થઈ ગઈ પણ તે રાક્ષસોએ સેનાની ઈટની ભેટ રાજાના પગ રાખવાની પાટ ઉપર મુકી અને જમીન ઉપર આળેટીને પ્રણામ કર્યા પછી વિનતિ કરી કે,
આજે દેવપૂજા વખતે લંકા શહેરમાં મહારાજાધિરાજ વિભીષણે પિતાને ગાદી ઉપર બેસારનાર રઘુકુલતિલક રામચંદ્રના અનેક સુંદર ગુણોનું સ્મરણ કરતાં જ્ઞાનમય-દિવ્યદૃષ્ટિથી જોયું તે હાલમાં ચાલુક્ય કુળના ભૂષણરૂપ શ્રીસિદ્ધરાજરૂપે પિતાના ધણી (રામચંદ્રજી) એ અવતાર લીધે છે, એમ જોઇને “ઉત્કંઠાથી જેનું મન ભરાઈ ગયું છે એ હું મહારાજને પ્રણામ કરવા આવું? કે મહારાજ અહીં આવવાની મારા ઉપર કૃપા કરશે ?' એવી વિનતિ સાથે અમને બેને મોકલ્યા છે. માટે હવે આપને નિર્ણય આપને મેથી જ સંભળાવો.” એ બે રાક્ષસોએ આ રીતે કહેતાં રાજાએ મનમાં થડે વિચાર કરીને તે બેયને નીચે પ્રમાણે સંદેશ આપે કે “અમે જ પ્રફુલ્લ ઉત્કંઠાની લહેરથી પ્રેરાઈને અનુકુળ વખતે વિભીષણને મળવાને આવશું” એમ કહીને પિતાના ગળાને શોભાવતા એકાવેલી હારને સામી ભેટ તરીકે આપે. પછી મને અને આને પણ મહારાજે સેવાને મોકલતી વખતે ન ભુલી જવા” એ પ્રમાણે વિશેષ વિનતિ કરીને તે બેય રાક્ષસે અંતરિક્ષમાર્ગ દેખાતા બંધ થઈ ગયા. એજ વખતે રાજાની પાસે બોલાવવામાં આવેલા તે છ રાજાના પ્રધાન પુરૂષો ભયથી ભ્રમિત થઈને પિતાના બળનું અભિમાન છેડી દઇને ભક્તિથી દીપી ઉઠતાં વચને બોલવા લાગ્યા અને શ્રી સિદ્ધરાજે તેઓના રાજા માટે યોગ્ય ભેટ આપીને તેને વિદાય કર્યા.
આ પ્રમાણે સ્વેચ્છાગમનિષેધ પ્રબંધ પુરો થયે. ૪૯ હવે એક વખત ૩ કલાપુર શહેરના રાજાની સભામાં બન્દીજનએ શ્રીસિદ્ધરાજની કીર્તિની વાત કરી ત્યારે ત્યાંના રાજાએ કહ્યું કે “જે સિદ્ધરાજ અમને પણ કાંઈક પ્રત્યક્ષ ચમત્કાર બતાવે તે તેને સાચો (ચમત્કાર કરી શકે એવ) માનીએ, આમ કહીને તે રાજાએ તે બન્ટીજને પાછા પાડયા. અને તેઓએ આ પ્રસંગનું સિદ્ધરાજ પાસે વર્ણન કર્યું. પછી રાજાએ સભા સામું જોવા માંડયું એટલે તેનું મન
૯૩ મૂળમાં અથાનન્તરે એમ શબ્દ છે એને અર્થ આ પછી એમ થાય પણ મૂળ લેખકે કેઈ અવાંતર પ્રબંધ લખતાં કાલાનુક્રમનું જરાય ધ્યાન રાખ્યું હોય એમ દેખાતું નથી એટલે ભાષાંતરમાં એક વખત શબદો વાપર્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org