________________
કુમારપાલે પ્રબંધ રાજસન્મ પાછું ફરી ગયું. એટલે બીજે દિવસે તે ખેતરના ધણીઓએ તે ઠેકાણેથી તેને બહાર કાઢો. પછી આગળ આડ રસ્તે ગમે ત્યાં ચાલ્યા જતાં રસ્તામાં એક સ્થળે ઝાડની છાયામાં બેઠે હતું ત્યાં એક ઉંદરના દરમાંથી મઢેથી રૂપા નાણું ખેંચી આણુતા ઉંદરને નિશ્ચળ દૃષ્ટિથી જઈ રહ્યો. તેણે જોયું કે એકવીશની સંખ્યા થઈ ત્યાં સુધી દરમાંથી બહાર લઈ આવ્યો અને પછી એક સીક્કો પાછો દરમાં લઈ ગયો. એ જોઈને પાછળ વધેલા બધા સીક્કા લઈને જે કુમારપાલ શાંત બેઠે તે પેલો ઉંદર નાણું ન જોઇને તેના દુઃખથી મરણ પામ્યો. આ ઉંદરના મરણના શેકથી મનમાં વ્યાકુળ થયેલા કુમારપાલ ઘણીવાર સુધી પશ્ચાત્તાપ કરીને આગળ ચાલ્યા. અને ત્રણ દિવસ સુધી રસ્તામાં ખાવાનું ન મળવાથી તેના પેટમાં ખાડો પડી ગયો ત્યાં સાસરેથી પીયર જતી કોઈક શ્રીમન્તના દીકરાની વહુએ ભાઈ જેવા હેતથી કપુરથી સુગંધી કરેલા દહીં મેળવેલા ભાત ખવરાવીને કુમારપાલને તૃપ્ત કર્યો. એ પછી જુદા જુદા દેશમાં ભમતો ભમતે ખંભાતમાં શ્રી ઉદયન પાસે ભાતું માગવા માટે ગયે. અને તેઓ પિષધશાળાઅપાશરામાં ગયા છે એમ સાંભળી ત્યાં ગયા. ત્યારે ઉદયનના પૂછવાથી શ્રી. હેમચન્દ્રાચાર્યે કુમારપાલનાં અંગેનાં લેકોત્તર લક્ષણો જોઈને આ ચક્રવર્તી રાજા થશે એમ ભવિષ્ય ભાખ્યું. જન્મથી જ દરિદ્રતાથી પીડાયેલો હેવાથી તેને તે વચનમાં શંકા થવા લાગી અને (કટાક્ષથી) “ક્ષત્રિય માટે એ અસંભવિત નથી” એમ વિનતિ કરી; ત્યારે “સં. ૧૧૯૯ ના વર્ષમાં કાર્તિક વદ બીજ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં જે તમારે રાજયાભિષેક ન થાય તે આજ પછી નિમિત્ત-ભાવિ ફળાદેશ જેવાનો મારે ત્યાગ કરે” એ પ્રમાણે પ્રતિજ્ઞા લખીને હેમચન્દ્રાચાર્યે એક કાગળ મંત્રીને અને બીજો તેને આપે. તેની આ કળાથી મનમાં આશ્ચર્ય પામેલા તે ક્ષત્રિયે “ જે આ સાચું પડે તે તમે જ રાજા અને હું તે તમારા ચરણની રજ, એ પ્રમાણે પ્રતિજ્ઞા સંભળાવી; ત્યારે “જેને પરિણામે નરક છે એવા રાજ્યની ઈચ્છા અમે શું કરવા કરીએ? ઠીક, પણ તમારે આ ભુલવું નહિ અને કૃતાપણુથી હમેશાં જિનશાસનના ભક્ત થઈને રહેવું.” એમના આ ઉપદેશને માથે ચડાવીને તથા રજા લઈને મસ્ત્રી સાથે તે ઘેર આવ્યો. અને સ્નાન, પાન, ભોજન વગેરે સત્કાર કરીને તથા જે માગ્યું તે ભાતું આપીને મંત્રીએ તેને રવાના કર્યો. પછી માળવે પિચલા કુમારપાલે કુસંગેશ્વરના મંદિરની પ્રાપ્તિના પતરામાં–
(૧) “હે વિક્રમ રાજા! તમારા પછી જ્યારે એક હજાર એક સે અને ૯૯ વર્ષો પૂરાં થશે ત્યારે તમારા જેવા કુમર રાજા થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org