________________
પ્રકાશ ચોથો
કુમારપાલ પ્રબન્ધ. ૧ હવે પરમહંત કુમારપાલના પ્રબન્ધને આરંભ થાય છે. શ્રી અણહિલપુરમાં જ્યારે મેટા (હેલા) ભીમદેવનું રાજ્ય હતું, ત્યારે તેના શહેરમાં ચઉલા નામની એક વેશ્યા હતી; તે તેની રૂપથી અને ગુણથી શહેરમાં પ્રખ્યાત હતી. કુલસ્ત્રી કરતાં પણ વધી જાય એવી મર્યાદા એ સાચવે છે એમ જાણીને તેના ચારિત્ર્યની પરીક્ષા માટે સવાલાખની કિંમતની એક છરી રાજાએ પોતાનાં માણસે સાથે એને પિતાની રાખેલી તરીકે એ રહે માટે મોક્લાવી. અને ઉત્સુકતાથી તેજ રાતે ગામની બહાર છાવણી નાખી પ્રસ્થાન કર્યું. પછી રાજા બે વર્ષ સુધી માળવામાં લડાઈમાં રોકાયેલા રહ્યા. ત્યારે ચૌલાદેવી રાજાનું ધન લીધેલું હોવાને લીધે પિતે તેની રાખેલી છે એમ માનીને તે બે વર્ષ સુધી બીજા સર્વ પુરૂષોથી દૂર રહી શીલ સાચવીને રહી. નિઃસીમ પરાક્રમવાળા ભીમ કૃતકૃત્ય થઈને પાછી પિતાના શહેરમાં આવ્યા ત્યારે લોકપરંપરાથી તેની એ વાત જાણીને તેને અન્તઃપુરમાં રાખી. તેને દીકરો હરિપાલ, હરિપાલને પુત્ર ત્રિભુવનપાલ, અને તેને પુત્ર કુમારપાલ. તે ધર્મને (જૈન ધર્મને) નહેાત સમજતો ત્યારે - ૧ જૈન લેખક કુમારપાલને પરમહંત એટલે કે પરમ જૈનધર્માનુયાયી ગણે છે. અને એ કારણથી એના ચરિત્રના અનેક ગ્રન્થ જૈનો દ્વારા લખાયા છે વળી કુમારપાલના અનેક ઉત્કીર્ણ લેખો મળ્યા છે, પણ પરમહંત' બિરૂદ એક જ લેખમાં મળે છે. આ બાબતની વિશેષ ચર્ચા અન્યત્ર કરી છે.
૨ આ વેશ્યાનું અમુક પ્રતમાં બઉલાદેવી અને અમુકમાં બકુલાદેવી નામ મળે છે. (જુઓ મૂળ પૂ. ૧૨૪ ટિ. ૧) જિનમંડનગણિએ પણ બકુલાદેવી નામ આપ્યું છે.
૩ આ રીતે કુમારપાલના દાદાની મા ભીમદેવ પહેલાની રાખેલી વેશ્યા હતી એ વાત મેરૂતુંગેજ પહેલી લખી છે. કુમારપાલની ઉપર આપેલી વંશાવળી તે હેમચંદ્રને તથા કુમારપાલના ચિતેડના લેખને માન્ય છે. પછી ક્ષેમરાજ કે હરિપાલ કર્ણથી મેટા હતા એટલું યે હેમચંદ્ર લખ્યું જ છે (જુઓ દ્વયાશ્રય સ. ૯ ચ્યો. ૭૦, ૭૧) મેરૂતુંગ પછીના લેખકેમાં જિનમંડન ગણિએ, કર્ણની માતાથી સંતુષ્ટ ભીમે કર્ણને રાજ્ય આપ્યું એમ લખ્યું છે. જયસિંહસૂરિએ, ક્ષેમરાજની અને કર્ણની મા જુદી જુદી હતી અને દશરથ પેઠે પિતાએ વચન આપેલું હોવાથી ક્ષેમરાજે પિતાના નાના ભાઈ કર્ણને ગાદીએ બેસાર્યો એમ લખ્યું છે. (સ. ૧ લો. ૩૬) ચારિત્ર સુંદર ગણિ ભીમને જયન્તી નામની પત્ની હતી અને પછી કામલતા નામની વેશ્યામાં તેને આસક્તિ થઈ અને આ કામલતાને પુત્ર તે ક્ષેમરાજ (જુઓ સ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org