________________
પ્રબંધ ચિંતામણી મેળવેલું બિરૂદ છે. માળવાને જીત્યાનું તથા તેના રાજાને કેદ કર્યાનું ઉકીર્ણ લેખમાં તથા ઘણા ખરા પ્રબંધામાં મળે છે. સેરઠને છત્યાની વાત દ્વયાશ્રયમાં નથી પણ બીજા પ્રબંધામાં છે અને મુખ્ય બનાવને ઐતિહાસિક માનવો પડશે, એની વિગતેના વિચાર માટે જુઓ ખેંગારવાળું પરિશિષ્ટ (પૃ. ૧૩૫) છતાં એ બનાવનું સિદ્ધરાજના કાળમાં બહુ મહત્ત્વ મનાયું જણાતું નથી. કારણ કે દયાશ્રયમાં તેને ઉલ્લેખ નથી એટલું જ નહિ પણ સિદ્ધરાજને એ વિજયથી કાઈ જાતનું બિરૂદ મળ્યું નથી.
બર્બરક જિષ્ણુ–આ બર્બરક તે ભીલ સરદાર હશે? પ્રબંધ ૫૪ માં જે બીલને નસાડ્યાની વાત છે તેથી જ બર્બરક જિષ્ણુ થયા હશે ? કે. ગૌ. હી. ઓઝા તર્ક કરે છે તેમ બાબરીઆવાડના જગલી લોકોને જીત્યા હશે? ગમે તેમ છે પણ દયાશ્રય, સુ–સં; વ-વિ, સુ. કી-ક; કી. કૌ; બધામાં બર્બરકજયની વાત છે.
પ્ર-ચ. માં લખેલ કોલ્હાપુરની તથા મ્લેચ્છ પ્રધાનને ચકિત કર્યાની વાત તે કલ્પિત લાગે છે. પણ . ૫૧ માં જે સપાદલક્ષના આ નાકને નમાવ્યાની વાત છે તે વિચારણીય છે; કી. કૌ. માં પણ એ પ્રકારનું કથન મળે છે. (૨-૨૭, ૨૮) આ ઉપરાંત કીતિ કૌમુદીમાં મહાબકની ભેટ વિષે ઈસારો છે. (૨–૩૩) તેને પ્ર-ચિં, માં ઉલ્લેખ નથી. પણ ચતુવિંશતિ પ્રબંધમાં જુદી રીતે છે. (જુઓ પ્ર. ૨૧ )
સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું એ ઘણું મોટું કામ હેય એમ પ્ર-ચિં–વગેરે ઉપરથી લાગે છે. બીજા પ્રબંધોમાં પણ એને ઉલેખ છે. સિદ્ધરાજ જયસિંહ વિષે રાસમાળા, અને મુંબઈ ગેઝીટીઅર પછી શ્રી. ગૌ. હી. ઓઝાએ નાગરીપ્રચારિણી પત્રિકા (ભા. ૯. એ. ૩) માં જે લેખ લખ્યો છે એ જોવા જેવો છે. પ્ર-ચિં. માં પણ સિદ્ધરાજનાં બધાં પરાક્રમ નથી વર્ણવવામાં આવ્યાં એ કી. કૌ. વગેરે બીજા પ્રબંધો તથા બીજાં સાધનો જોતાં ચોક્કસ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org