________________
૧૪૧
ભેજ અને ભીમના પ્રબંધ વગેરે પ્રમાણમાં જાતે પ્રવીણ પંડિત હોવા છતાં તે મહર્ષિ (દેવસૂરિ)એ, જાણે એ વાત સાંભળી જ ન હોય એમ તેની દરકાર ન કરી એટલે શ્રી દેવાચાર્યની બહેન જે સાધ્વી હતી તેને પિતાનાં માણસો મારફત પાણી ભરાવી, તથા નાચ વગેરે અનેક કષ્ટ આપી હેરાન કરી. એટલે તે નોકરોને ખસેડી, એ અતિ અપમાન માટે (નોકરને દેવસૂરિએ ખસેડયા એ માટે) વઢવા મંડેલા કુમુદચન્દ્રને રોકીને શ્રી દેવાચાર્યે કહ્યું કે “વાદવિદ્યાના વિદ માટે તમારે પાટણ જાવું. ત્યાં રાજસભામાં તમારી સાથે હું વાદવિવાદ કરીશ.” આ સાંભળીને પિતાને કૃતકૃત્ય માનતા તે દિગબર મુનિ શ્રી પાટણના પાદરમાં ગયા. ત્યારે શ્રીસિદ્ધરાજે પિતાની માતાના પિતાના ગુરૂ ગણીને તેનું સામૈયું કરી સત્કાર કર્યો, તથા ઉતારે આપો. પછી શ્રીસિદ્ધરાજે એની સામે વાદ કરી શકે એવી કુશળતા કેનામાં છે એ શ્રીહેમાચાર્યને પૂછયું. ત્યારે એમણે “ચાર વિદ્યામાં પરમ પ્રવીણતા ધરાવતા કર્ણાવતીમાં રહેલા દેવાચાર્ય જૈનમુનિએરૂપી હાથીઓના ટોળાના નાયક જેવા, રાજસભાને શોભાવનાર, વાદવિદ્યા જાણનાર તથા વાદીરૂપી હાથીઓના સિંહ જેવા છે” એમ કહ્યું. એટલે તેમને તેડાવવા માટે રાજાએ વિનંતિપત્ર મેકલ્યું અને એ સાથે જ (પાટણના) શ્રી સંઘનું લખાણ પણ ગયું, એટલે શ્રીદેવસૂરિ પાટણ આવ્યા. અને રાજાના આગ્રહથી એમણે વાગેવતાની આરાધના કરી. અને તે દેવતાના “વાદીઓ માટે વેતાલ જેવા ભયંકર શ્રીશાન્તિસૂરિએ રચેલ ઉત્તરાધ્યયન બહવૃત્તિમાં દિગંબર સાથેના વાદસ્થળે ૮૪ વિકલ્પને જે ઉપન્યાસ છે તેને તમે વિસ્તાર કરશે એટલે દિગંબરના મોટાને તાળું દેવાઈ જાશે.” એવા આદેશ પછી કુમુદચન્દ્ર કયા શાસ્ત્રમાં ખાસ કુશળ છે એ જાણવા માટે ગુપ્તવૃત્તિથી પંડિતને મોકલ્યા હતા. તેમને તેણે કહ્યું કે –
(૨૮) હે ભૂદેવ, તમે કહે શું કરું? કહે તે એકદમ લંકા
૬૬ અહીં ચાર વિદ્યાઓ એટલે ત્રયી, આશિકી, દંડ નીતિ અને વાર્તા એ અર્થ શાસ્ત્રોક્ત ચાર વિદ્યા હોવાનો સંભવ છે.
૬૭ શ્રી શાન્તિસૂરીને ઉત્તરાધ્યયન સૂવ બહદ્ વૃત્તિ નામના ગ્રંથમાં આ દિગબર સામેનો ઉપન્યાસ મળે છે.
૬૮ આ લોક અને તેના પ્રસંગની વાક્યરચના જરા અસ્પષ્ટ છે. ટોનીએ કલાકના પહેલા શબ્દ દેવનો અર્થ “રાજા' કરીને આ શ્લોક રાજાને કહેવા ગયે છે, જ્યારે રા. દી. શાસ્ત્રીએ “પંડિતેને મોકલ્યા ” એની સાથે સંબંધ જોડીને દેવ એટલે “ભૂદેવ -પંડિત એ અર્થ કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org