________________
१४०
- પ્રબંધ ચિંતામણી ગિરનારની તળેટીમાં રહેવાનું રાખીને ત્યારે જ તે (સજજને કરાવેલું નેમીનાથનું ) મંદિર જેવાની ઇચ્છા કરી, પણ અદેખાઈ અને ગર્વથી ભરેલા બ્રાહ્મણોએ “આ (ગિરનાર) પર્વત જલાધારી સાથે શિવલિંગના આકારનો છે, માટે એને પગ અડાડવો ગ્ય નથી. ” વગેરે બનાવટી વચને કહીને સિદ્ધરાજને રોક્યા. એટલે તેણે ગિરનાર ઉપર પૂજા મેલીને જાતે શત્રુંજય મહાતીર્થ પાસે લશ્કરને પડાવ નાખે. ત્યાં પહેલાં કહેલા, પિતાની જાત દેખાડી આપનારા, નિર્દયે (બ્રાહ્મણે ) એ હાથમાં તરવાર લઈને આડા ફરી રાજાને રોક્યો. એટલે સિદ્ધરાજે રાત પડતાં કાપડીને વેષ હેરી બે પાસ ગંગાજળ ભરેલાં વાસણવાળી કાવડ ખભા ઉપર મુકી તેઓની વચ્ચે થઈને, ઓળખાયા વગર જ, પર્વત ઉપર ચડી, ગંગાજળથી શ્રી યુગાદિ દેવને હરાવી, પર્વતની નજીક આવેલાં બાર ગામો શ્રી દેવની પૂજા માટે આપ્યાં. તીર્થના દર્શનથી આંખો જાણે ઉઘડી ન ગઇ હેય, અમૃતથી જાણે હાયા ન હોય એવો તેણે અનુભવ કર્યો. “આ પર્વતમાં વિંધ્યાચળ જેવી સલકી ( એક જાતનું ખડ ) વાળી નદીઓ છે માટે આને જ હું વિંધ્યાચળ કરીશ” એવો વિચાર જેની પ્રતિજ્ઞા નિષ્ફળ નથી જતી એવા રાજાને આવ્યો પણ હાથીઓનાં ટોળાં પૂરાં પાડવાને વિચાર આવતાં, મન ભાંગી પડયું, અને તીર્થનો નાશ કરે એવો વિચાર કરવા માટે પિતાને પાપી ગણીને શ્રી દેવના ચરણ પાસે રાજલોકના દેખતાં સિદ્ધરાજે “મને ધિક્કાર છે !' એ રીતે પિતાની નિન્દા કરી અને આનંદ સાથે પર્વત ઉપરથી ઉતરી ગયા. ૨૪
૩૮. હવે શ્રીદેવસૂરિનું ચરિત્ર કહીએ છીએ. એ વખતમાં કુમુદચન્દ્ર નામના દિગંબર તે તે દેશમાં ૮૪ પ્રકારના વાદથી વાદીઓને જીતીને પછી ગુર્જર દેશને જીતવા માટે કર્ણાટકથી કર્ણાવતીમાં આવ્યા. ત્યાં ભટ્ટારક શ્રીદેવસૂરિ ચાતુર્માસ ગાળવા રહ્યા હતા. અને શ્રી અરિષ્ટનેમિ મંદિરમાં ધર્મશાસ્ત્રના વ્યાખ્યાન પ્રસંગે એમના વચનની અપૂર્વ ખુબી જઈને શ્રી. કમદચંદ્રના પંડિતોએ એ વાત તેને કરી એટલે તેણે તેના અપાશરા(ઉપાશ્રય)માં ખડ સાથે પાણી નંખાવ્યું. પણ ખંડનમાં તથા તર્ક
- ૬૪ સિદ્ધરાજે શત્રુ જયના યુગાદિ દેવને પૂછને બારગામ તેની પૂજા માટે આપ્યાં હતાં એમ પ્ર. ચ. ( હે. સૂ પ્ર. . ૩૨૪, ૩૨૫ ) માં જયસિંહસૂરિના ગ્રંથ ( સ. ૩ લો. ૨૭ ) માં તથા જિનમંડન ગણિના ગ્રંથ ( પૃ. ૫) માં પણ લખ્યું છે.
૬૫ ખડ સાથે પાણી નાખવું એ વાદવિવાદ માટે આહવાન કરવાની રીત હોય એમ લાગે છે, આગળ પણ પ્ર. ચિ, માં એ પ્રયોગ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org