________________
૧૩૮
પ્રબંધ ચિંતામણી કારણ હું તે નથી. એટલે સિદ્ધરાજે એક કરતાં વધારે વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી સેરઠના રાજા પગારને હરાવ્યો અને દેહદના લેખમાં કહ્યા પ્રમાણે કેદ કર્યો એમ માનું છું. માળવાના રાજાને કેદ કરીને પાટણ લઈ જવામાં આવ્યો હતો તેમ સેરઠના રાજાને પણ કદાચ લઈ જવામાં આવ્યો હોય એવો સંભવ છે. રાણકદેવીના કહેવાતા દુહાઓમાં પાટણના ઉલ્લેખો આવે છે તેનો ખુલાસો એ રીતે થઈ શકે છે. પાછળથી-કદાચ સિદ્ધરાજે છોડયા પછી ગમે તે કારણથી વઢવાણ આગળ સોરઠને રાજા મરી ગયા હોય અને તેની રાણી ત્યાં સતી થઈ હોય એમ સંભવે. પ્ર. ચિ. ના ટુંકા પ્રબંધમાંથી આટલું ઐતિહાસિક તથ્ય નીકળે એમ મને લાગે છે. દેશળ વિશળની લાંબી કથા તે કથા જ હશે પણ પ્ર. ચિ. માં કહેલું તેનું સંક્ષિપ્ત બીજ જોતાં કાંઈક કપટ થયું હોય એવો સંભવ છે. સેરઠના રાજાને તેના શહેર આગળ જ માર્યો એ પ્ર. ચિ. નું તથા ભાટો અને તૂરીઓની દંતકથાનું કથન તે સિદ્ધરાજના : દોહદના લેખથી વિરૂદ્ધ હેવાથી ખોટું જ માનવું પડશે. (આ વિષયની વિશેષ ચર્ચા માટે જુઓ શારદા ૧૯૩૧ જાનેવારી પૃ. ૯૫૩ “રાણક એક નહીં બે ?' ઉપર મારી ચર્ચા.).
પરિશિષ્ટ સમાપ્ત. ૩૬ પછી મહં. જાના વંશના સજજન દંડાધિપતિને યોગ્ય જાણીને સેરઠનો કારભાર શ્રી સિદ્ધરાજે સેપો. તેણે મહારાજાને જણાવ્યા શિવાય ત્રણ વર્ષની આવક વાપરીને શ્રી ગિરનાર પર્વત ઉપર, શ્રી નેમીના* દેહદને વિ. સં. ૧૧૯૬ લેખ સ્પષ્ટ કહે છે કે
श्री जयसिंहदेवोस्ति भूपो गूर्जरमंडले ।
येन काराग्रहे क्षिप्तौ सुराष्ट्रमालवेश्वरौ ॥ અર્થ-ગૂર્જરમંડળના રાજા શ્રી. જયસિંહદેવે સોરઠના તથા માળવાના રાજાને કેદખાનામાં નાખ્યા.
( ઈન્ડીઅન એન્ટીકરી ગ્રં. ૧૦. પૃ, ૧૫૯ ) ૬. વનરાજનો મહામાત્ય જમ્બ કે જામ્બ હોવાનું પ્ર-ચિં-માં જ વનરાજ પ્રબંધમાં આવી ગયું છે. આ સજજન તેને વંશજ હેવાની દંતકથા પ્ર-ચિં-ના વખતમાં પ્રચલિત હશે.
૬૧ દંડાધિપ કે દંપતિનો અર્થ કેટલાકે ફેજિદાર જે કર્યો છે, ટોનીએ Police Magistrate અર્થ કર્યો છે. રા. દી. એ ખંડણી ઉઘરાવનાર અથે કર્યો છે. ખરી રીતે ચક્રવતી સરકાર તરફના અધિકારી રેસીડેન્ટ જે અર્થ લાગે છે. આ અધિકારીઓ ઘણું સત્તાવાળા થઈ જતા એમ આ પ્રબંધથી તથા બીજા વિમલ પ્રબંધ વગેરેમાંના દાખલાઓથી લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org