________________
ભેજ અને ભીમના પ્રબંધો
૧૪૭
જેના માથા ઉપર ચાર વેત છત્રો ધરેલાં છે, અનેક સેવકે જેને ચામર કરે છે, આગળ જોડી શંખ ફુકાય છે, વળી ત્રાંસાં નગારાંના અવાજથી તથા ઉત્તમ પ્રકારની તૂરીઓના અવાજથી જેમાં આકાશનું પેટાળ તથા દિશાઓ ગાજી રહે છે એવી સ્વારી કાઢી અને રાજા પિતે શ્રી દેવસૂરિના હાથને કે દઈને તેની સાથે ચાલ્યા. આ ઉત્સવમાં થાહડ નામના ઉપાસકે ત્રણ લાખ રૂપીઆ ખરચીને માગણોના સમૂહને સંતોષ પમાડયો. એ વખતે
વાદીઓના ચક્રવતીના પગ પૂજે ” વગેરે વગેરે સ્તુતિવાળુ અત્યંત આનંદને ઘ ફેલાવનાર મંગલ જ્યાં વારંવાર બેલાય છે ત્યાં થાય પિતે જ કરાવેલા મંદિરમાં શ્રી મહાવીરને નમસ્કાર કરાવીને શ્રી દેવાચાર્યને
અપાશેરામાં પ્રવેશ કરાવ્યો. અને તેના પારિતોષિક તરીકે જે કે સૂરિની ઇચ્છા નહોતી તો પણ રાજાએ છાલા વગેરે બાર ગામનું તેમને દાન કર્યું. આ પ્રસંગ વિષે તેની પ્રશંસામાં નીચેનાં વચનો કહેવાય છે –
(૩૬) વસ્ત્ર પ્રતિષ્ઠાના આચાર્ય શ્રી દેવસૂરિને નમસ્કાર છે. જેને માર્ગમાં “કેમ સુખી છે ?” એવા પ્રકને (અને તેના જવાબો)માં જાણે એની કૃપાનું ફલ દેખાય છે.૭૬
એ પ્રમાણે પ્રદ્યુમ્નાચાર્યે કહ્યું.
(૩૭) સૂર્યના જેવા પ્રખર પ્રકાશવાળા દેવસૂરિએ જે કુમુદચંદ્રને ન જીત્યા હતા તે કઈ પણ વેતાંબર કેડ ઉપર કપડું કેમ રાખી શકત ?
એ પ્રમાણે હેમાચાર્યે કહ્યું.
(૩૮) દિગંબરએ કીર્તિ રૂપી કંથી મેળવીને પોતાની પ્રતિજ્ઞા ( નગ્ન રહેવાની) ના ભગનું પાપ વહેર્યું હતું. પણ એ કથાને ફાડી નાખીને દેવસૂરિએ દિગબરને પાછે નિર્મન્થ૭ ( નાગ ) બનાવી દીધો છે.
એ પ્રમાણે શ્રી ઉદયપ્રભદેવે કહ્યું. (૩૯) હજુ સુધી લેખશાળા ( લખવાનું ઘર અને દેવેનું સ્થાન)
૭૬ કલેક ૩૬ માના બીજા પદને અર્થ કાંઈક સંદિગ્ધ છે. રા. દી. શાસ્ત્રીએ તે જેમ ઘણું કેના અર્થ નથી આપ્યા તેમ આ ૩૬ થી ૪૧ ના પણ નથી આપ્યા. ટેનીએ દેવાચાર્યની તબીઅત માટે પ્રશ્નો પૂછાતાં એને દેખાવ (ન) જ જાણે કે એની કૃપા કરી આપે છે એમ અર્થ કર્યો છે અને Corrigenda & Addendaમાં જેના વિચારેન) તેની માનસિક સ્પષ્ટતા (Mental clearness) ને જાણે બતાવે છે એમ સુધાર્યો છે, - ૭૭ આ નિર્ગસ્થ કે નિષ્ણન્ય શબ્દ મૂળ તે મહાવીર પ્રભુ માટે વપરાતે શબ્દ છે અહિં તિરસ્કારમાં વપરાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org