________________
૧૫૦
પ્રબંધ ચિંતામણું વેચવા ટાણે જોયું તે વહાણવટીઓએ ચાંચીઆઓની બીકથી તે ગુણોમાં સંતાડી રાખેલ સોનાના લાટાટર જોયા, એટલે બધી ગુણેમાંથી તે લાટ કાઢી લીધા. આ પછી તે પાટણ શહેરનો મુખ્ય, સિદ્ધરાજનો માન્ય અને જિનશાસનને પ્રભાવક શ્રાવક ગણાવા લાગ્યો. અને તેણે દર વર્ષે જેમ આવે તેમ જૈન મુનિઓને અન્ન, વસ્ત્ર વગેરે આપવા માંડયું તથા તેણે ગુપ્ત રીતે નવાં ધર્મસ્થાન કરાવ્યાં અને સ્વદેશમાં જીર્ણ થઈ ગયેલાં ધર્મ સ્થાન ને જર્ણોદ્ધાર કર્યો, પણ તેમાં (પિતાની) પ્રશસ્તિ ન મુકાવી.
(૪૨) વેલીથી વીંટાયેલાં ઝાડ પેઠે તથા માટીથી ઢંકાયેલાં બીજ પેઠે ગુપ્ત રીતે કરેલું પુણ્ય કાર્ય ઘણે ભાગે સેંકડો શાખામાં વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે સાહુ આભડ પ્રબંધ પુરો થયે.૮૩ ૪૧ એક વખત સંસાર સાગરને તરવાની ઇચ્છાથી શ્રી સિદ્ધરાજે સર્વ દેશના સર્વ દશનોના માણસોને દેવતત્વ, ધર્મતત્વ અને પાત્રતત્વ જાણવા માટે જુદું જુદું પૂછી જોયું તે દરેકે પિતાના મતની સ્તુતિ કરી અને પારકાના મતની નિન્દા કરી. આથી રાજાનું મન શંકાને ચકડોળે ચડયું અને તેણે હેમાચાર્યને બોલાવી પોતાની ગુંચ પૂછી. પણ હેમાચાર્યો ચૌદ વિદ્યા ૮૪ સ્થાનાં રહસ્યનો વિચાર કરીને નીચેને પૌરાણિક નિર્ણય કહેવા માં-પૂર્વે એક વેપારીએ પહેલાં પરણેલી પિતાની સ્ત્રીને તજી દઈને બધું પિતાની રાખેલીને આપી દીધું. આથી પહેલાં પરણેલી સ્ત્રી હમેશાં પતિને વશ કરવાનું કામણ જાણકારોને પુછયા કરતી. એક વખત કેઈ ગડ (બંગાળ) દેશના માણસે “તારા વરને તું દોરડાથી બાંધીને દેરે એવો કરી દઉં” એમ કહીને કાંઈક અચિત્ય શક્તિવાળું ઔષધ લઈ આવીને “આ ખાવામાં આપી દીજે એમ કહીને ચાલ્યો ગયો. અમુક દિવસ પછી ક્ષયર્તાિથને દિવસે તે બાઈએ
૮૨ મૂળમાં વિ. શબ્દ છે તેને કેષમાં ચમચા અર્થ કર્યો છે. પણ રા. દી. શાસ્ત્રીએ કાંબી-લાંબી લાકડીઓ-એ અર્થ કર્યો છે.
૮૩ ચતુર્વિશતિ પ્રબંધમાં આભડ પ્રબંધ વધારે વિસ્તારવાળે છે. આ આભડ શ્રાવક છેક અજયપાલના વખત સુધી જીવતે હતો એમ ચતુર્વિશતિ પ્રબંધમાં કહ્યું છે.
૮૪ બ્રાહ્મણ સાહિત્યમાં તો ચિદ વિધા નીચે પ્રમાણે ગણાવી છે, (૧) પુરાણ (૨) ન્યાય, (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર, (૫ થી ૧૦) છ વેદાંગો અને (૧૧ થી ૧૪) ચાર વેદે. જૈનો વારંવાર ચોદ વિધાસ્થાનોનો ઉલ્લેખ કરે છે તે આજ કે બીજું ? બૈદ્ધો અઢાર વિદ્યાસ્થાનો કહે છે. પુરાણોમાં ૧૪ અને તેમાં ચાર ઉપવેદ ઉમેરીને ૧૮ એ રીતે બેય ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org