________________
૧૫ર
પ્રબંધ ચિંતામણી
કામથી પરવારી, આમ દરબારમાં સભા મંડપમાં બેસીને તે ચણું વેચનાર દુકાનદારને બોલાવી કહ્યું કે “ રાતે મારા ખભા ઉપર તમે મુકેલા હાથથી આ મારી ડેક દુઃખે છે.” આ સાંભળી એજ વખતે તેને જવાબ સૂઝી આવવાથી તેણે વિનંતિ કરી કે “ મહારાજ, જો આપના ખભાને સમુદ્ર સુધી લંબાયેલી પૃથ્વીને ભાર પણ પીડા નથી કરી શકો તે પછી તૃણ જેવ, હાટડી માંડી જીવતો અને નિર્જીવ જે હું તેને તે ભાર આપને ખભાને શું લાગે ? ” આ તેના ઔચિત્યવાળા હાજર જવાબથી રાજાએ ખુશી થઈને તેને ઇનામ આપ્યું.૮૬
ચણ વેચનાર વાણુઓને પ્રબંધ પુરો થયે. ૪ વળી એક વખત રાજાએ કર્ણમેરૂ મંદિરમાંથી નાટક જોઈને પાછા વળતાં, કેઈક વાણીઆના મહેલમાં ઘણું દીવાઓ જોઇને “આ શું છે?” એમ પૂછયું, ત્યારે તેણે (માણસે?) લાખ સૂચક દીવા છે એમ જવાબ આપે. અને એ ધન્ય છે એમ કહ્યું. પછી રાત વિતી જતાં પિતાના મહેલમાં બેસી રાજાએ પોતાને ધન્ય માનનાર તે વેપારીને બોલાવીને કહ્યું કે આટલા બધા દીવાઓ બાળવાથી તમારે હમેશાં બધું સળગાવવાની તકલીફ રહે છે, તે તમારી પાસે કેટલા લાખ છે ? ત્યારે તેણે પોતાની પાસે ચોરાશી લાખ હોવાનું કહ્યું. તેના ઉપરની અનુકંપાથી જેનું મન કરી રહ્યું છે એવા રાજાએ તેને ઘેર પોતાના કેશમાંથી સોળ લાખ મેકલી આપ્યા. અને આ રીતે તેના મહેલ ઉપર કાટિધ્વજ ચડાવરાવ્યો.
આ રીતે પાડશ લક્ષ પ્રબંધ પુરો થયા.૦૭ ૪૪ એક વખત રાજાએ વાળાક દેશમાં ડુંગરાળ પ્રદેશમાં સિંહપુર નામનું બ્રાહ્મણનું અઝહાર (બ્રાહ્મણનું જ ગામ ) સ્થાપ્યું. અને તેની હકુમતમાં ૧૦૬ ગામ રાખ્યાં. પછી એક વખત સિંહના અવાજોથી અહી ગયેલા બ્રાહ્મણોએ દેશની વચ્ચે ક્યાંક રહેવાનું આપવાની સિદ્ધરાજને
૮૬ આ પ્રબંધની મૂળ વાક્ય રચના જરા અસ્પષ્ટ છે; પાનનાં બીડાં રાજાનાં આપેલાં વાણીઆએ ખાધાં કે વાણીઆએ આપેલાં રાજાએ ખાધાં? રા. દી. શાસ્ત્રીએ તે તે વાણુઆએ નાટકમાં ઘણો ભાર ઉપાડીને રાજાને ખુશી કર્યો વગેરે વિચિત્ર અર્થ કર્યો છે.
૮૭ જિનમંડનગણિના કુ, પ્રબંધ (પૃ. ૧૬ ) માં પણ આ પ્રબંધ મળે છે. આ વાત જરા વિચિત્ર છે, પણ પાટણમાં તે કાળે એક ગૃહસ્થ જેટલા લાખને ધણી હોય તેટલા દીવા તે બાળે અને કોટિપતિ ધજા ચડાવે એવો રિવાજ હોવાનું એમાં સૂચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org