________________
૧૪૬
પ્રમષ ચિ'તામણી
કરતી વાણીમાં બૃહદુત્તરાધ્યયન વૃત્તિના ચેારાશી વિકલ્પ જાળને ઉપન્યાસ જ્યાં શરૂ કર્યાં, ત્યાં તે સૂર્યને પ્રકાશ ફેલાવા માંડતાં જેમ પાયણી કરમાઈ જાય તેમ કરમાઇ ગયેલા અને સંભ્રમથી જેનું ચિત્ત ભમી ગયું છે એવા કુમુદચન્દ્રે તેનાં વચનેાને અર્થ ન પકડી શકવાથી ફરી વાર એજ વસ્તુ કહેવા માટે માગણી કરી. સિદ્ધરાજના સભ્યાએ ( એ માગણી કમુલ કરવાની ) જો કે ના પાડી છતાં અસંખ્ય વિષયે ની લહરીઓથી તેને પ્રમાણ સમુદ્રમાં ડુબાડી દેવા માટે શ્રી દેવાચાર્યે આરંભ કર્યાં પણ ખેલતાં ખેલતાં સેાળમે દિવસે દેવાચાર્યનું ગળું એકાએક રૂંધાઇ ગયું. ત્યારે કુરૂકુલા દેવીની કૃપાથી જેને અપૂર્વ વરાન મળેલ છે એવા શ્રી યશાભદ્રસૂરિ વગેરે માંત્રિકાએ શ્રી દિગંબરના કામણથી શ્રી દેવસૂરિના ગળામાં બેઠેલા વાળના દડા એક ક્ષણમાં ગળામાંથી પાડી નાખ્યા. આ વિચિત્ર વસ્તુ જોતે ચતુર માણસાએ શ્રી યશાભદ્ર સૂરિનાં વખાણુ કરવા માંડયાં અને કુમુદચન્દ્રની નિંદા કરવા માંડી. પરિણામે યશાભદ્રસૂરિ આનંદ પામ્યા અને કુમુદચન્દ્ર ખિન્ન થયા. પછી શ્રી દેવસૂરિના ઉપન્યાસમાં કાટાકાટિ શબ્દ ખેલાતાં, કુમુચન્દ્રે એ શબ્દની વ્યુત્પત્તિ પૂછી એટલે જેને આઠે વ્યાકરણા કસ્થ છે એવાપ કાકલ પંડિતે શાકટાયન વ્યાકરણમાં કહેલ ટાપટીપ સૂત્રથી સિદ્ધ થયેલા તરીકે કાટાકાટ, કાટીક્રાટ, અને કાટિકાટિ એ ત્રણ શબ્દોના નિર્ણય કહ્યો. પછી શરૂઆતમાં ‘ તેથી વાણી બંધ થઇ ગઈ ' એ રીતે પેતેજ કહેલું હોવાથી, પેાતાના જ અપશુકનીયાળ શબ્દના પ્રભાવથી એ વખતે જેનું મેઢું બંધ થઇ ગયું છે. એવા કુમુચન્દ્ર પાતે જ “ શ્રી દેવાચાર્યે મતે જીત્યા છે” એમ કહ્યું અને શ્રી સિદ્ધરાજે દ્વારેલાએના ધેારણને અનુસરી તેને પાછલે ખારણેથી મ્હાર કાઢયા. અને હારી જવાના ખેદની અસરથી વિસ્ફોટક રાગ થને તે મરણ પામ્યા.
૩૯ પછી હર્ષથી જેનું મન પ્રશુલ થઈ ગયું છે એવા શ્રી સિદ્ધરાજે શ્રી દેવાચાર્યની મહત્તાને જાહેર રીતે માન આપવાની ઇચ્છા કરી અને
૭૫ કાકલ પંડિત જાતે કાયસ્થ હતા, અને આચાર્ય હેમચન્દ્રે પેાતાના વ્યાકરણના તેને અધ્યાપક નીમ્યા હતા. દરેક જ્ઞાન પંચમીએ એ પેાતાના વિદ્યાથી આની પરીક્ષા લેવરાવતા; રાન્ત પરીક્ષામાં પાસ થનારને કાંકણા આપતા; સિદ્ધહેમ જે પૂરૂ' ભણી રહે તેને રાજા તરફથી દૃકૂલ, સ્વર્ણાલંકાર, પાલખી અને છત્ર મળતાં એમ પ્રભાવક ચિતમાં કહ્યું છે. ( સૂ. પ્ર. પૃ. ૩૦૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org