________________
૧૪૨
પ્રબંધ ચિંતામણી
અહીંજ લઈ આવું, કહે તે જખ્ખદીપને અહીંથી ઉપાડી જાઉં; અથવા સમુદ્રને શેકી લઉં, અથવા સહેલાઈથી કૈલાસ પર્વતનાં શિખરના મોટા મેટા પથરાઓ ઉખેડી, એને સમુદ્રમાં નાખી એના ક્ષોભથી જેનાં પાણીમાં ભરતી આવી છે એવા સમુદ્રને પાળ બાંધી દઉં.
આ જવાબ સાંભળીને એ સિદ્ધાન્તમાં ઓછા કુશળ છે એમ માનીને શ્રીદેવાચાર્ય અને હેમચંદ્ર ખુશી થયા.૯
પછી દેવસૂરિના રત્નપ્રભ નામના મુખ્ય શિષ્ય રાત પડતાં ગુપ્ત વેષમાં કુમુદચંદ્રના તંબુમાં ગયા, અને તેણે “તમે કોણ છો?” એમ પૂછયું એટલે “હું દેવ છું” એમ જવાબ આપ્યો. “દેવ કેણુ?” “હું;
હું કોણ?” “તમે;” “તમે કોણ?” “કુતરે;” “કુતરો કોણ?” “તમે;” આ રીતે કેણ, હું, તમે એ શબ્દોને એ (દિગંબર અને રત્નપ્રભ) બેના સવાલજવાબરૂપ ફરતા ચગડોળમાં ચડાવી પિતાને દેવરૂપ અને દિગંબરને કુતરારૂપ ઠરાવી જેમ આવ્યા હતા તેમ ગયા. આ રીતે તેણે ચક્રદોષ ઉત્પન્ન કરવાથી, ખેદરૂપ ચંડાળને પિતાને સ્પર્શ થતાં નીચેનું કાવ્ય કુમુદચન્દ્ર –
(૨૯) અરે શ્વેતાંબર, મોટા આડંબરવાળાં વચનો બેલીબેલીને ભેળાં માણસને સંસારરૂપી અતિ વિકટ અને ઉંડા ખાડામાં કેમ નાખે છે? પણ તમને જે તત્વ શું છે એ જાણવાની લગીરે ઇચ્છા હોય તે ખરેખર કુમુદચન્દ્રના ચરણયુગલનું રાતદિવસ ધ્યાન કરો.
તે (વેતાંબર)ને યોગ્ય બનાવીને કેઈ સાથે શ્રી દેવસૂરિને મોકલ્યું.
પછી શ્રી દેવસૂરિના ચરણના સેવક ( શિષ્ય ) અને બુદ્ધિવૈભવમાં ચાણક્યને હટાવી દીએ એવા પંડિત માણિકયેઃ
(૩૦) અરે કેણ સિંહની ડેક ઉપરની કેશવાળીને પગ અડાડે છે ? અથવા કેણ તીખી ધારવાળી ભાલાની અણીથી પિતાની આંખ ખંજવાળવા ઈચ્છે છે? અથવા કેણમેટા સર્પરાજના માથા ઉપરને મણિ લઈ પિતાની શોભા વધારવા તૈયાર થાય છે? અથવા (એના જેવું જ) પૂજ્ય વેતાંબર શાસનની આ નિન્દાનું કામ કોણ કરે છે?
૬૯ અહીં એક હસ્તપ્રતમાં નીચેની મતલબનો ઉમેરે છે (જૂઓ મૂળ પૃ. ૧૦૭ ટિ.) વાહડનામના એક જૈન ગૃહસ્થ શ્રી દેવસૂરિને કહ્યું કે “દિગંબરે ગાગિલ વગેરે રાજ્યના મત્રી મંડળને પુરૂષોને પૈસા આપીને પિતાના પક્ષમાં લીધા છે. જે તમે ન આજ્ઞા આ
(ાબ આપે કે “જે વિદ્યાના પ્રસાદથી જય નહિ મળે તે આ ખટપટથી શું થવાનું ?”
.
.
5.
મ
એમ કર ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org