________________
૧૩૯
ભેજ અને ભીમના પ્રબંધે થનું લાકડાનું મંદિર કાઢી નાખી તેની જગ્યાએ નવું પથ્થરનું મંદિર કરાવ્યું. ચોથે વર્ષે ચાર સામતોને મોકલીને સજજન દંડાધિપતિને પાટણમાં તેડાવ્યો અને તેની પાસે રાજાએ ત્રણ વર્ષની આવકની માગણી કરી. ત્યારે તેણે તે (સોરઠ) દેશના વેપારીઓ પાસેથી તેટલું દ્રવ્ય લઈ રાજા આગળ મુક્યું અને “એ દ્રવ્ય અથવા ગિરનારના મંદિરનો જીર્ણોદ્ધારનું પુણ્ય બેમાંથી જે ઠીક પડે તે એક આપ લીએ ” એમ રાજાને કહ્યું.
આ વચનથી તેની બુદ્ધિ કુશળતા જોઈને ખુશી થયેલા શ્રી સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્યજ સ્વીકારી લીધું. અને તેણે (સજજને) તે દેશને અધિકાર ફરી પ્રાપ્ત કરીને બાર બાર એજનનાં શત્રુંજય તથા ગિરનાર બેય તીર્થોને કપડાંની ધજાઓ આપી. આ રૈવતકેદ્વાર પ્રબંધ પૂરો થયો.૧૨
૩૭ પછી સોમેશ્વરની યાત્રામાંથી ફરી પાછા ફરતાં શ્રી સિદ્ધરાજે
૬ર આ રૈવતકેદ્દાર પ્રબંધ પ્રભાવક ચરિત ( હેસૂ, પ્રબંધ છે. ૩૨૭ થી ૩૭)માં તથા જિ. ગ. ના કુમારપાળ પ્રબંધમાં મળે છે. પણ કુ. પ્રબંધમાં કર્ણના જીવતાં સજજને જીર્ણોદ્ધાર કર્યો અને સર્જનના પુત્ર પરશુરામે પ્ર-ચિંદમાં સજજને આપ્યો છે તે જવાબ સિદ્ધરાજને આપે. એવું વર્ણન છે (પૃ. ૫). પ્ર-ચ–માં પ્ર-ચિં-ને મળતું જ વર્ણન છે પણ જયસિહ સોમનાથની યાત્રાએ જતાં ગિરનાર ગયા, ત્યારે સજજન પાસે ત્રણ વર્ષની આવકને ખુલાસે પુછયો અને તેણે ઉપર પ્રમાણે જવાબ આપ્યો એવું વર્ણન છે. પ્ર-ચ-માં વળી નવ વર્ષ પહેલાં સજનને અધિકારી નીમેલા અને તેણે ૨૭ લાખ કમ્મ ખર્યા હતા એટલું ઉમેર્યું છે. દયાશ્ર ચમાં આ પ્રસંગનું વર્ણન જ નથી પણ રેવંતગિરિ રાજુમાં દંડાધિપ સજજને ૧૪૮૫ માં જીર્ણોદ્ધાર કર્યો એમ સાલ પણ આપી છે. (ફારસચસીર પંજાલીય વરિ કડવું. ૧ લે. ૯. )
- ૬૩ મૂળમાં મૂય: શબ્દ છે. મૂવઃ એટલે ફરીવાર પણ એ શબ્દની મતલબ શું? સિદ્ધરાજે એક વખત સોમેશ્વરની યાત્રા કરી હતી. કદાચ પિતાની મા સાથે અને
આ બીજી વાર કરી એમ સમજવું ? વળી માળવાને રાજા સિદ્ધરાજ ઉપર ચડી આવ્યું હતું તે પહેલી યાત્રા વખતે કે આ બીજી યાત્રા વખતે ? સિદ્ધરાજે પુત્રની ઈચ્છાથી સોમેશ્વરની યાત્રા કરી હતી એમ દ્વયાશ્રયમાં કહ્યું છે. (-૧૫) કુમારપાલના સમયના ચિતડના એક લેખમાં પણ પુચ્છાથી પગે ચાલીને જાત્રા કર્યાનું વર્ણન છે. (જુઓ રાજપૂતાનેકા ઇતિહાસ નં. ૧ પૃ. ૨૮ ટિ, ૩) પ્રભાવક ચરિત (હે. સૂ. પ્ર.
૩૦ અને આગળ)માં જયસિંહ સૂરિના (સ-૩, જિનમંડન ગણિન (પૃ. ૨૨) તથા ચારિત્ર સુંદરગણિના કુમારપાલના પ્રબંધોમાં આ યાત્રાની વાત છે. પ્ર–ચ-માં સિદ્ધરાજ સાથે હેમચંદ્ર હતા અને તેમણે અત્ર તત્ર સમ વગેરે શ્લોક બોલીને નમસ્કાર કર્યા વગેરે વર્ણન છે. (લે. ૩૪૫ થી ૩૪૮) પ્ર-ચિં–માં કુમારપાલ સાથે હેમચંદ્ર સામેશ્વરની યાત્રાએ ગયા ત્યારે ઉપલો કે તેણે કહ્યો એમ વર્ણન છે. સિદ્ધરાજ સાથે હેમચંદ્ર હોવાનું તે જયસિંહ સૂરિ વગેરેએ પણ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org