________________
૧૨૨
પ્રબંધ ચિંતામણી (૭) કેવળ સંગ્રહ કરનાર સમુદ્ર પણ રસાતલને (નીચી સ્થિતિને) પ્રાપ્ત થયું અને દાતા મેધ ભુવનેની ઉપર ગજે છે; એ દાખલ જુઓ.
(૮) લશ્કર, પરિવાર વગેરે બધું નાશ પામે છે;
ત્યારે દાનથી થયેલા આનદમાં એકલી કીર્તિજ જીવે છે. . (૯) દાતાને, માગણ જેવો કેાઈ સગો નથી, કારણ કે તે દાતાનો ભાર ઉપાડી લે છે, અને લક્ષ્મીરૂપી શત્રુમાંથી તેને છોડાવે છે. ૩૪
ઉપર પ્રમાણે મહાદાનો આપવાથી “મારા જેવી કેઈ થઈ નથી કે થશે નહિ' એમ અભિમાનથી ફુલાઈ જઈને રાતે નીરાતે મીનલદેવી સુતી હતી. ત્યાં (સ્વમમાં) તપસ્વીનો વેષ ધારણ કરેલા તેજ દેવે (સેમેશ્વરે) કહ્યું કે “ યાત્રાએ આવેલી એક કાપડી સ્ત્રી અહીં મારા મંદિરમાંજ છે; તેની પાસેથી તેનું પુણ્ય તારે માગવું.” આમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયા. પછી મીનલદેવીના કહેવાથી રાજસેવકે તે બાવીને શોધીને લઈ આવ્યા. તેની પાસે યાત્રાનું પુણ્ય માગ્યું પણ જ્યારે તેણે કઈ રીતે આપ્યું નહિ, ત્યારે “ યાત્રામાં તે શું ખરચ કર્યું?” એમ પૂછ્યું, એટલે તેણે જવાબ આપે કે “હું ભીખ ઉપર ગુજારો કરતી કરતી સે જન (લગભગ ૮૦૦ મૈલ) છેટેથી આવી છું અને આગલે દિવસે તીર્થોપવાસ કરી પારણાને દિવસે કોઈ પુણ્યશાળી પાસેથી મળેલા ખેળ (કે સાથવા )૫૩ના કટકાથી સેમેમેશ્વરને પૂછને, તથા તેમાંથી થોડે ભાગ અતિથિને આપીને મેં જાતે પારણું કર્ય; તમે તે પુણ્યશાળી છે, તમારા બાપ અને ભાઇ, તેમજ પતિ અને પુત્ર બધા રાજાઓ છે. તમે બાહુલદને કર છોડાવીને આવ્યાં છે, અને સવાકોડની પૂજાથી સેમેશ્વરને પૂજ્યા છે; આટલું પુણ્ય કરનાર તમે મારું પુણ્ય મેળવવા કેમ ઇચ્છે છે ? જે ગુસ્સે ન થાવ તો કંઇક કહું? ખરી રીતે તે તમારા પુણ્યથી મારું પુણ્ય પૃથ્વી ઉપર વધારે મોટું છે, કારણ કે - ' (૧) સંપત્તિવાળી સ્થિતિમાં સંયમ રાખવા, શક્તિ હોય છતાં સહન કરવું, જુવાનીમાં વ્રત કરવું, અને દરિદ્ર સ્થિતિમાં થોડું પણ દાન કરવું, એ મેટે લાભ આપનાર થાય છે. - g૪. આ ત્રણ કલાકે પ્રક્ષિપ્ત જેવા છે એ માટે જુઓ ૩૦ મી ટિપ્પણું તથા મૂળ પૃ. ૯૨ ટિ.
૩૫ મૂળમાં વિખ્યા શબ્દ છે, તેનો અર્થ ખેળ થાય છે, જે ગાય ભેંસને રાક તરીકે અપાય છે. રા. દી. શાસ્ત્રીએ માળો સાથ એમ અર્થ કર્યો છે. ટેનીએ છicake, અર્થ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org