________________
પ્રબંધ ચિંતામણી નામે અને કઈ કઈ વિષે એકાદ બે પ્રસંગે નેધેલ છે. આ બે શ્રેથેમાં અનુક્રમ નીચે પ્રમાણે છે.
(1) વનરાજ (૨) ગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરિસિંહ (૫) ક્ષેમરાજ (૪) ચામુંડ (૭) આહડ (૮) ભૂભટ.
પ્ર. ચિ.ની ટિપવાળી પ્રતમાં આજ અનુક્રમમાં આજ નામો છે, માત્ર સાતમાનું નામ આહડને બદલે આકડ અને આઠમા ભૂભટનું ભૂયગડ છે. અને વિચારશ્રેણીમાં અનુક્રમ ઉપર પ્રમાણે જ છે પણ સાતમાનું નામ ઘાઘડ દેવ છે આઠમાનું નામ કેટલીક પ્રતોમાંથી પડી ગયું છે, પણ વોટસન મ્યુઝીએમની પ્રતમાં સામંતસિંહ છે. ભૂભટ કે ભૂયગડ એણેજ શ્રી. રા. ચુ. મોદી કહે છે તેમ સામંતસિંહ પદવી ધારણ કરી હશે. ધર્મારણ્યમાં ઉપરના જ અનુક્રમ છે માત્ર આહડ કે ઘાઘડને બદલે ઉઘડ લખ્યું છે, એટલો ફેર છે. - હવે પ્ર. ચિં. મૂળમાં જે અનુક્રમ આપ્યો છે તેજ કુમારપાલ પ્રબંધ, રત્નમાળ, મિરાતે અહમદી, પ્રવચન પરીક્ષા, રાજાવલી કાષ્ટક, અને ભાંડારકરના ૧૮૮૩-૮૪ ના રિપોર્ટમાં છપાયેલ છુટી વંશાવળી, આ બધામાં રાજ્યકાળનાં વર્ષ સાથે એક સર–નીચે પ્રમાણે છે.
(૧) વનરાજ ૫૯ કે ૬૦ વર્ષ (૨) યોગરાજ ૩૫ (૩) ક્ષેમરાજ ૨૫ (૪) ભૂયડ ૨૯ (૫) વૈરીસિંહ ૨૫ (૬) રત્નાદિત્ય ૧૫ (૭) સામંતસિંહ ૭. આ બેય વંશાવળી સરખાવતાં એક ચામુંડ નામ સુકૃતસંકીર્તનવાળા પાઠમાં વધારે છે, બાકીનાં નામો એનાં એ છે પણ કમ ફેર છે. સુકૃતસંકીર્તન અને સુશ્રુતકીતિકલ્લોલિની પ્રાચીનતર એ હકીકત ઉપર ભાર મુકીને આઠ રાજાઓ સુ. સં. વાળા અનુક્રમમાં થઈ ગયા એમ માનવું વર્ષો પહેલાં બુલ્લરે યોગ્ય ગણ્યું છે. (જુઓ .. A. Vol. XVIII. p. 148. તથા બુહરનું અરિસિંહ.) અને શ્રી. રામલાલ ચુનીલાલ મોદી પણ એમજ ગણે છે, બાકી રાસમાળામાં બીજે–સાત રાજાઓવાળો ક્રમ ઉતાર્યો છે અને બોમ્બે ગેઝેટીયર (Vol. I. part J.)માં વિચારશ્રેણીને ક્રમ સ્વીકાર્યો છે. કાળાનુક્રમની બાબતમાં ચાવડાવશે કુલ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું એટલી હકીકત ઘણુંખરા પ્રાચીનોએ તથા આધુનિકેએ સ્વીકારી છે, અને માત્ર પ્ર. ચિ. ની એક પ્રતની પાંચ છ વર્ષની ભૂલને અવગણી છે. પણ ક્યાંથી ક્યાં સુધી એ બાબતમાં બબ્બે ગેઝેટીઅર વિચારશ્રેણીને અનુસરી ૮૨૧ થી ૧૦૧૭ ગણે છે, અને ગૌ. હી. એાઝા, વિન્સેન્ટ સ્મિથ વગેરે તેને અનુસરે છે, પણ ૮૦૨ માં પાટણની સ્થાપના થયાનું વિચારશ્રેણી શિવાય બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org