________________
ભેજ અને ભીમના પ્રબંધ
(૪૫)૨૬ મગ અડદ વગેરે દ્વિદળ અન્ન જયારે કાચા રસમાં પડે છે, ત્યારે તેમાં, તથા ત્રણ દિવસના દહીંમાં જીવની ઉત્પત્તિ થાય છે.
આ જ્ઞાન જિન શાસનમાં જ છે, એમ નિશ્ચય થવાથી અને શોભન મુનિના શોભન બોધથી, સમ્યફ જ્ઞાન થવાથી તેણે સમ્યકુપણાનો (જૈનધર્મ) સ્વીકાર કર્યો, અને સ્વભાવથી બુદ્ધિશાળી હોવાથી તેણે કર્મ પ્રકૃતિ વગેરેના જેનવિચારપ્રધાન ગ્રંથમાં ઘણી પ્રવીણતા મેળવી. પછી સવારે સવારે જિનમૂર્તિની પૂજા કરતી વખતે નીચેના કે તેઓ બેલતા.
(૪૬) શરીર પાડી નાખનારી મહેનતથી પણ ન પકડાય (ન રીઝે) એવા, ડાં શહેરોના ધણીની અતિ ફેલાયેલા મોહથી સેવા કરી પણ હવે બુદ્ધિથી આરાધી શકાય એવા અને પોતાનું પદ આપે એવા ત્રિભુવનના ધણી પ્રાપ્ત થયા છે, જેથી પહેલાં જે દિવસો નકામા ગયા તે દુઃખ કરે છે.
(૪૭) હે જિન. જ્યાં સુધી જિનશાસન નહોતું સાંભળ્યું ત્યાં સુધી બધે ધર્મ છે એમ લાગ્યું, જેમ ધરો પીધેલે માણસ બધે તેનું જ દેખે છે, ૨૭ અને તેને પોતાનું સાચું પદ મળતું નથી.
(૪૮) દેશનો પતિ એક ગામ આપે છે, ગામધણી એક ખેતર આપે છે. ખેતરનો ધણી ડી શીંગે આપે છે, પણ સર્વને ધણી સંતુષ્ટ થાય ત્યારે પોતાની સંપત્તિ આપે છે.
૨૦ ઉપર પ્રમાણે વાક્યો બેલતા ધનપાલ એક દિવસ રાજા સાથે શિકારમાં ગયા હતા ત્યાં રાજાએ ધનપાલને કહ્યું
(૪૯) “હે ધનપાલ! આ હરણે શા માટે આકાશમાં ઉડે છે, અને આ ડુક્કરો શા માટે જમીન ખેતરે છે?” ત્યારે ધનપાલે જવાબ આપ્યો કે “હે દેવ, તમારા અસ્ત્રથી ભય પામીને, પિતાની જાતનો આશ્રય લેવા માટે આ મૃગો ચંદ્રમામાં રહેલા મૃગને અને ડુક્કરો આદિવરાહને શેધે છે.”
પછી રાજાએ એક હરણાંને બાણથી વીંધ્યું અને તેના વર્ણન માટે ધનપાલ સામે જોયું ત્યારે ધનપાલે નીચેનું વચન કહ્યું – ૨૬ લોક ૪૫ ને મળતું નીચેનું વચન હેમચંદ્રને વેગશાસ્ત્રમાં છે.
आमगोरससंपृक्तं द्विदलं पुष्पितोद्गमम् ।
दध्यहतियातीतं टुत्थितानं च वर्जयेत् ॥ ર૭ ધનુરે પીધેલો માણસ પીળું જ દેખે એ વિચાર જૈન સાહિત્યમાં અન્યત્ર પણ મળે છે જુઓ વિમવિ દેવ પિતરનો હિં ઘરૂતિ પરિશિષ્ટ પર્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org