________________
ભેજ અને ભીમના પ્રબંધ ફક્ત કમળને તંતુ વચ્ચે રહી શકે, વર્ણ સેના જે છે અને કઠણપણું વજભૂમિ જેવું છે પણ તવંગીના સ્તનમંડળમાં જે સૌન્દર્ય છે તેને તે અવધિ નથી.
ઉપર પ્રમાણેના તેના વર્ણન પછી અર્ધ કવિ રાજાએ નીચેને અર્થે લોક કહ્યો –
(૭) આ કમળ સરખાં નેત્રવાળીનાં બે કુચનું કેમ વર્ણન થઈ શકે? ત્યારે તેણે (વિજયાએ) કહ્યું –
સપ્ત દ્વીપવાળી પૃથ્વી પાસેથી કર લેનાર તમે જે (કુચ)ને કર (હાથ) આપો છો. તે પછી રાજાએ કહ્યું:
(૭૮) મૃદંગના જેવા ગંભીર ગાજતા અને ભ્રમર જેવા સ્પામ મેએ એજ દિશા કેમ રેકી દીધી છે? | વિજયાએ કહ્યું –
(કારણ કે, તે દિશામાં પહેલી વખતના વિરહના ખેદથી પ્લાન થઈ ગયેલી અને આંખમાંથી નીકળતા આંસુઓથી જેનું મેહું ધોવાઈ ગયું છે એવી બાલ ઉભી છે.
રાજાએ કહ્યું – ' (૭૯) જગતને આનંદ આપનાર સુરત ક્રીડાને નમસ્કાર છે. : વિજયાએ કહ્યું –
ભેજ રાજ ! તમારા જેવા જ (સુરત)નું અનુષંગી ફળ છે.
ઉપર પ્રમાણે વિજયાએ કહ્યા પછી રાજા લજ પામીને નીચે મટે ઉભો રહ્યો. પછી રાજાએ તેને ભગિની (રાત) બનાવી..
વળી એક વખતે જાળીમાંથી ચન્દ્રનાં કિરણોને સ્પર્શ થતા હતા તે જોઇને વિજયાએ કહ્યું –
(૮૦) હે કલંકની શોભા ધારણ કરનાર મને કર (હાથ અને કિરણ) ને સ્પર્શ કરવાની લીલા કરવાની જરૂર નથી, હે ચન્દ્ર! તું શંકરનું નિર્માલ્યા છે માટે સ્પર્શ યોગ્ય નથી. " આ પ્રમાણે આ શીતા પ્રબંધ પૂરો થયો.૪૪
૪૪ મેરૂતુંગે ઝાઝી વાત આ પ્રબંધમાં વિજયાનીજ કરી છે. પણ શીતાને ઉલ્લેખ બલ્લાલકૃત ભેજ પ્રબંધ (૧૮૫ સંરકરણમાં વધારે છે નિ, સા. ના સંસ્કરણમાં એક સ્થળે જ છે જુઓ મૂળ મલેક ઉપરની ટિપ્પણ)માં પણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org