________________
પ્રબંધ ચિંતામણી મતવાળા તરફથી આવો કાંઈક પ્રભાવ બતાવવામાં આવે તે વેતાંબરાને
સ્વદેશમાં રહેવા દેવા જોઈએ નહિ તે સ્વદેશમાંથી કાઢી મુકવા; આ પ્રમાણે તેઓનું વચન સાંભળી રાજાએ શ્રીમાનતુંગાચાર્યને સભામાં બોલાવી “તમારા દેવને કાંઈક ચમત્કાર બતાવો” એમ કહ્યું. એટલે તેઓએ જવાબ આપ્યો કે “ અમારા દેવે તે મુક્ત છે એટલે તેઓને ચમત્કાર શું હોય? છતાં તેના સેવકરૂપ સુરલોકનો જગતને ચકિત કરે એ કાંઈક પ્રભાવ જુઓ (દેખાડીએ).” આ પ્રમાણે કહીને ગુમાલીશ સાંકળાથી પિતાના શરીરને બંધાવીને તે નગરમાં આવેલા શ્રી યુગાદિદેવના મંદિરના પાછલા ભાગમાં બેઠા અને પછી ભક્તામર નામનું મંત્ર ગર્ભ નવું સ્તોત્ર રચીને બોલવા માંડયું. આ સ્તોત્રનાં દરેક કાવ્યના પઠન સાથે માનતુંગાચાર્યની એક એક સાંકળ તુટતી ગઈ અને જેટલી સાંકળે હતી તેટલાં કાવ્યો બોલી રસ્તાત્ર પુરું કર્યું, ત્યાં મંદિર એમની સામે ફરી ગયું. આ પ્રમાણે શ્રીમાન તુંગાચાર્યને પ્રબંધ પુરો થયે.૪૮
૪૭ માનતુંગાચાર્યનું ભક્તામર સ્તોત્ર પ્રસિદ્ધ છે.
૪૮ ઉપર પ્રમાણે મેરૂતુંગે બાણ, મયૂર અને માનતુંગને ભેજના સમયમાં મુક્યા છે. અને બલ્લાલ, રનમંદિર ગણિ વગેરે ભેજ ચરિત્રના લેખકે તેને અનુસર્યા છે. પણ મેરૂતુંગને જ સમકાલિન જૈન લેખક પ્રભાચંદ્ર આ ત્રણે કવિઓને શ્રી હર્ષના સમકાલિન કહે છે. (જુઓ માનતુંગસૂરિ પ્રબંધ સ્પે. ૪. ૫, પ્રભાચંદ્ર હર્ષને વારાણસીના રાજા કહે છે ) મેરૂતુંગે આપેલ બાણમયૂરને પ્રસંગ પ્રભાવક ચરિતમાં પણ છે. પણ ત્યાં બાણને મયૂરના જમાઈ કહ્યા છે. માનતુંગ રચિત ભક્તામર સ્તોત્રની ટીકામાં પણ એમજ કહ્યું છે. એ ગમે તેમ છે પણ મેરૂતુંગે આ કથા ઉતારતાં ઋતિચૂક કરી છે એ ચેકસ લાગે છે.
ઐતિહાસિક પુરાવાઓ જોતાં બાણ અને મયૂર સમકાલિન હોવાનો સંભવ છે. બાણે મયૂરનો હર્ષ ચરિત્રમાં ઉલ્લેખ કર્યો છે. અને બાણ શ્રીહર્ષ (ઇ. સ. ૧૦૬ થી ૬૪૮) ના સમયમાં થઈ ગયા એ ચેસ છે. કવિરાજશેખરે (ઈ. સ. ૯૦૩ થી (૧૭) એક લેકમાં બાણ અને મયુરને શ્રીહર્ષની સભાના સભ્ય કહેલ છે.
अहो प्रभावो वाग्देव्या यन्मातदिवाकरः । श्रीहर्षस्याभवत्सभ्यः समो बाणमयूरयोः॥
( જુઓ શાહે ઘર પદ્ધતિ . ૧૮૯) ડા. બુહર પણ બાણ, મયૂર અને માનતુંગ ત્રણેને પ્રભાચંદ્ર પડે હર્ષના સમકાલીન કહે છે.
માનતુંગ પ્રબંધ ઉપર પ્રમાણે પ્રભાવક ચરિતમાં પણ મળે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org