________________
ભોજ અને ભીમના પ્રબંધ
૧૦૫ ઝેર પેઠે ગળી ગયું. આ સ્થિતિમાં ભેજનું શરીર અકસ્માત લથડી ગયું, પણું ભેજની તબીઅતના ખબર છુપાવવામાં આવતા હતા. એટલે કે પારકે માણસ પેશી ન શકે, એ રીતે બધા માર્ગે પિતાનાં માણસોથી બંધ કરીને, શ્રી કર્ણ પાસે રહેલા પિતાના એલચી ડામરને ભોજના ખબર માટે માણસ મોકલીને ભીમે પૂછાવ્યું. તેણે તે માણસને નીચેની ગાથા શીખવીને શ્રી ભીમની સભામાં મોકલ્યો.
(૯૬) આંબાનું ફળ સારી રીતે પાકી ગયું છે, ફળનું ડીટ ઢીલું થઈ ગયું છે, પવન ખૂબ ઝુકે છે અને ડાળી સુકાઈ જવા માંડી છે; હવે શું પરિણામ આવશે તે અમે જાણતા નથી.
આ ગાથા સમજીને શ્રી ભીમ એમને એમ રહ્યો, જેનો પરલોકમાં જવાનો સમય પાસે આવ્યા છે એવા શ્રી ભોજ એ વખતને યોગ્ય ધર્મ કાર્ય કરી લઈ મારા મરણ પછી મારા હાથ વિમાન (શબને ઉપાડવાની પાલખી) ની બહાર રાખવા એમ કહીને સ્વર્ગમાં ગયા.
(૭) દીકરા ને કે સ્ત્રીને શું કરું ? આ આખી વાડીને શું કરું ? એકલો આવ્યો અને હાથ ને પણ બેય ખંખેરીને એકલા જવાનું છે..
૪ર ભોજનું આ વાક્ય લેકેને વેશ્યાએ કહ્યું. ભજનો ઉપરનો વૃત્તાન્ત જાણીને શ્રી કણે કીલ્લો તોડીને ભોજની બધી સમૃદ્ધિ હાથ કરી લીધી એ જોઈને ભીમે ડામરને કહ્યું કે તારે શ્રી કર્ણ પાસેથી તેણે આપવા કહેલું અધું રાજ્ય લાવી આપવું અથવા તારું માથું હાજર કરવું. રાજાના આ હુકમનો અમલ કરવાની ઇચ્છાથી શ્રી ડામરે બત્રીસ પાયદળ માણસોને સાથે લઈ શ્રી કર્ણના તંબુમાં બેપર વખતે પેસી જઈ સુતેલા શ્રીકર્ણને બાન તરીકે પકડી લીધા. પછી તે (શ્રી કર્ણ) રાજાએ એક વિભાગમાં શ્રી નીલકંઠ મહાદેવ, ચિન્તામણિ નામના ગણપતિ વગેરે દેવમૂતિઓ અને તેને લગતી સામગ્રી એ રાખ્યું; અને બીજા વિભાગમાં બધી રાજ્ય વસ્તુઓ રાખી અને પછી એમાંથી ગમે તે અર્ધો ભાગ લઈ લેવાનું કહ્યું. સોળ પહેર સુધી વાટ જોયા પછી ભીમની આજ્ઞાથી દેવમૂતિઓ અને તેની સામગ્રી લઈ ડામરે ભીમ આગળ ભેટ ધરી. આ પ્રબંધને સાર નીચેના પદ્યમાં સંગ્રહાય છે –
(૯) પચાસ હાથ પ્રમાણનાં બે દેવમંદિરો એકજ મુહૂર્તક્ષણમાં બંધાવવાનું શરૂ કરી જેના મંદિર ઉપર કળશ પહેલે ચડે તેના ઉત્સવમાં બીજા રાજાએ છત્ર ચામર છોડીને હાજર થવું એ રીતે ઠરાવ થયેલે પણ ખરચ કરવામાં ઢીલા ભોજરાજા કર્ણથી છતાઈ ગયા. ૬૦ ભોજરાજાની અતિ ઉદાર તરીકે આખા પ્રબંધમાં પ્રશંસા કરવામાં આવ્યા
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org