________________
૧૦૪
પ્રબંધ ચિંતામણી તમારાં બિરૂદ છે. માટે ૫૮ચતુરંગ યુદ્ધથી કે ધન્વયુદ્ધથી, ૫૯યારે વિદ્યામાં વાદ શક્તિથી કે દાન શક્તિથી મને જીતીને ૧૦૫ બિરૂદાનું પાત્ર તમે થાવ; નહિ તે તમને છતીને હું ૧૩૭ રાજાઓને સ્વામી બનું.” તેનાં આ વચનથી જેનું મોઢું પડી ગયું છે એવા શ્રી ભોજે બધે પ્રકારે કાશીના રાજા છતે એવા છે એમ વિચારીને પિતે હારી જ જશે એમ ધારીને કાશીના રાજાને આગ્રહપૂર્વક વિનંતિ કરીને નીચેની શરત કબુલ કરાવી. કે
મારે (જે) અવન્તીમાં અને શ્રી કર્ણ કાશીમાં, એક જ દિવસે એક જ મુહૂર્તમાં, પાયો ખોદવાથી આરંભી (ઊંચાઈમાં) પચાસ હાથ પ્રમાણનું મંદિર, હું પહેલે થાઉં એવી સ્પર્ધાથી બાંધવા માંડવું અને પછી જેના મંદિર ઉપર પહેલાં કળશ તથા ધજા ચડે તેના ઉત્સવમાં બીજા (પાછળ રહે તે) રાજાએ છત્ર અને ચામર છેડી દઈને હાથણી ઉપર હાજર થવું.” આ શરત ભજે પિતાની મરજીથી કબુલ કરી એવું શ્રી કણે સાંભળ્યું એટલે તેણે એ રસ્તે પણ ભોજને નીચે પાડવાની ઈચછા કરી. અને એકજ મુહૂર્તમાં બે જુદે જુદે ઠેકાણે બે મંદિર બંધાવા માંડયાં. હવે પૂરી ખંતથી પિતાનું મંદિર બંધાવનાર કણે પોતાના સૂત્રધારને પૂછ્યું કે “એક દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કેટલું કામ થઈ શકે ?” ત્યારે તેણે ચૌદશના અણજાને દિવસે સાત હાથ પ્રમાણનાં અગીઆર મંદિરે સવારે શરૂ કરી સૂર્યાસ્ત સુધીમાં કલશ ચડાવવા સુધી પૂરાં તૈયાર કરી રાજાને બતાવ્યાં. અને આટલી સંપૂર્ણ સામગ્રી જેઈને રાજા મનમાં ખુશી થશે. પછી ભેજ રાજાના મંદિરનું કામ કંદોરા સુધી આવ્યું ત્યાં આળસ છેડીને કામ કરાવતા કર્ણ મંદિર ઉપર કલશ ચડાવી દીધું અને ધજા ચડાવવાનું મુહૂર્ત નક્કી કરી. ભેજને તેની પ્રતિજ્ઞા પાળવા દૂત મેકલીને નિમંત્રણ કર્યું. પણ પિતાની પ્રતિજ્ઞા છોડી દેવા તૈયાર નહિ તથા એ રીતે-છત્ર ચામર છોડીને જવાને પણ અશક્ત એવા માલવ મંડળના રાજા ગુપચુપ બેસી રહ્યા.
૪૧ પછી મંદિરમાં દેવજ ચડાવવાનો ઉત્સવ પૂરો કર્યા પછી એ માટે આવેલા રાજાઓ સાથે શ્રી ભોજને હરાવવાને શ્રી કણે પ્રસ્થાન કર્યું. એ વખતે શ્રી ભેજના રાજ્યને અર્ધો ભાગ આપવાનું કબુલ કરીને શ્રી કર્ણ માલવ મંડલ ઉપર પાછળથી હુમલો કરવા માટે શ્રી ભીમને બોલાવ્યા. આ રીતે બે રાજાવડે ભીડાયેલા ભેજનું અભિમાન મંત્રને વશ થયેલા સર્પના
પટ ચતુરંગ એટલે હાથી, રથ, ઘોડેશ્વાર લશ્કર, અને પાયદળ.
૫૯ ચાર વિદ્યાઓ તે વેદે, આન્વીક્ષિકી (ન્યાયશાસ્ત્ર), અર્થશાસ્ત્ર (રાજનીતિ) અને વાર્તા-(વેપાર કારીગરી વગેરે વ્યવહારૂ ધંધાઓનું શાસ્ત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org