________________
ભેજ અને ભીમના પ્રબંધે
૧૧૩ બારની સંખ્યામાં આપીને શ્રી સોમેશ્વરની જાત્રા કરવા નીકળી. પણ ૧૦બાહલેદ શહેર પાસે આવતાં ત્યાં આગળ (જાત્રાળુઓ પાસેથી ગુજરાતના રાજાથી લેવાતો ) કર ન આપી શકવાથી આગળ ન જઈ શકી; તેથી નિરાશ થઈને “હું આવતા જન્મમાં આ કર દૂર કરાવનારી થાઉં, એ નિશ્ચય કરીને અન્નનો ત્યાગ કરી મરણ પામી હતી, તે આ જન્મ મયણલ દેવી રૂપે આ કુળમાં જન્મી છું” આ રીતે પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી બાહુલોદને કર મુકાવવા માટે તેણે ગૂર્જર દેશના રાજાને વરવાની ઈચ્છા કરી અને તે વાત પોતાના પિતાને જણાવી. એટલે જયકેશી રાજાએ પોતાના પ્રધાનો મારફત શીકર્ણને આ વાત જણાવીને પોતાની પુત્રી મયણલ્લાદેવીને સ્વીકાર કરવાની માગણું કરી. પણ શ્રી કર્ણ તે કપી છે એમ સાંભળેલું હોવાથી તેની દરકાર ન કરી. પણ મયણલ્લાદેવીએ તેં તેજ રાજાને પરણવાને આગ્રહ પકડે એટલે તેના પિતાએ જાતે વરી લેવા તેને મોકલી; ત્યાં શ્રી કર્ણ છુપી રીતે તેને જોઈ લીધી અને કપી છે એમ જોઈ એના તરફ તદન ઉદાસ થઈ ગયો. પછી ( આ વાત સાંભળ્યા પછી ) રાજાને માથે સ્ત્રી હત્યાનું પાપ નાખવા ૧૧ મયણલદેવીએ આઠ સખીઓ સાથે પ્રાણ ત્યાગ કરવાને નિશ્ચય કર્યો; આ વાત સાંભળીને શ્રી કર્ણની મા ઉદયમતી રાણીએ તેઓની વિપત્તિ પિતાથી ન જોઈ શકાવાથી તેઓની સાથેજ મરી જવાનો નિશ્ચય કર્યો. કારણ કે;–
() મોટાં માણસોને જેટલો બીજાનાં દુઃખ વખતે ખેદ થાય છે તેટલે પિતાનાં દુઃખ વખતે નથી થતા. પિતાના ઉપર ગમે તેટલે બાજે પડે તે પણ ન હલનારી પૃથ્વી બીજાઓનાં કષ્ટથી કરે છે.૧૨
૧૦ આ બાહુલોદ તે શુકલતીર્થથી જરા ઉપર નર્મદાના એક આરાનું ભાલોદ નામે ગામ એમ રાસમાળામાં કહ્યું છે અને તે ટેનીએ પણ કબુલ રાખ્યું છે. (જુઓ રાસમાળા ગુ. ભા. ત્રીજી આવૃત્તિ ૫. ૧૪૮) પરંતુ મુંબઈ ગેઝટીઅરના કર્તાએ ગુજરાત કાઠીઆવાડની સરહદ ઉપર ધોળકાથી વીશ માઇલ દક્ષિણ પશ્ચિમે આવેલું ભોળાદ ગામ તે બાહુલેદ એમ લખ્યું છે. ( મુંબઈ ગેઝીટીઅર ગ્રં. ૧ ભા. ૧ પૃ. ૧૭૨ ) મને એ યોગ્ય લાગે છે. તેમનાથના યાત્રાળુઓ પાસેથી ગુજરાતને રાજા એ ઠેકાણે જ સહેલાઈથી કર લઈ શકે.
૧૧ મૂળમાં તૃતિદત્યારે એવો વિચિત્ર પાઠ છે. એને અર્થ to compass the death of the king એ રીતે ટોનીએ કર્યો છે. પણ એ શી રીતે બને ? પાક સારે નથી પણ કહેવાનો મતલબ ઉપર પ્રમાણે જ લાગે છે. રા. દી. શાસ્ત્રીએ પણ એ જ અર્થ કર્યો છે.
૧૨ ભૂમ્પિ દેશના રાજાનું મરણ કે એવી બીજી મોટી આપત્તિને સૂચક મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org