________________
૧૧૬
પ્રબંધ ચિંતામણી ભીલને હરાવીને હૈરવ દેવીનું શકુન થતાં ત્યાં કોછરબ નામની દેવીનું મંદિર કરાવી છ લાખ ભીલોના સરદારને છતીને ત્યાં મંદિરમાં જયતી દેવીની મૂતિને સ્થાપીને તથા કર્ણસાગર તળાવથી શોભાયમાન કર્ણશ્વર દેવનું મંદિર બંધાવ્યું અને કર્ણાવતી શહેર સ્થાપીને ત્યાં પોતે રાજ્ય કરવા માંડયું. ( ૮ શ્રી પાટણમાં કર્ણ રાજાએ શ્રી કર્ણમેરૂ પ્રાસાદ કરાવ્યા. સં. ૧૧૨૦ ના ચૈત્ર સુદિ ૭ થી આરંભી સં. ૧૧૫૦ ના પિષ વદિ ૨ પર્યત ૨૯ વર્ષ, આઠ માસ અને ૨૧ દિવસ સુધી આ રાજાએ રાજ્ય કર્યું. ચાલુ રહેશે. આ કર્ણાવતી કે આશાવલ જ્યારે મોટું શહેર હશે ત્યારે ઉત્તરે શહેરની અંદર ખાનજહાન અને રાયખડ સુધી, અને પૂર્વે આસ્તડીયા સુધી એની હદ હોય એમ જણાય છે. પાછળથી હાલના અમદાવાદનું હાનું પરૂં એ થઈ ગયું ત્યારે જમાલપુર દરવાજા બહાર નદી કિનારે કેલકે મીલ છે તેની પાસે હતું, એમ મીરાતે અહમદી, તબકાતે અકબરી વગેરે મુસલમાની ઇતિહાસ ગ્રંશે ઉપરથી જણાય છે. ( જુઓ ગુજરાતનું પાટનગર અમદાવાદ.).
ઉપર નિર્ણય બરાબર હોય તે કર્ણાવતીમાં બંધાવેલા કર્ણસાગરનું શું થયું? અમદાવાદમાં કે આસપાસ તેને પત્તો નથી અને છેક ચાણસ્મા તાલુકામાં કણસાગર ગામ પાસે એક કર્ણસાગર પુરાયેલું પડયું છે. કણે શું બે કર્ણસાગરો બંધાવેલાં બીજું ઉપરના વાકયમાંથી છરબા દેવીનું મંદિર એક સ્થળે-નદીને એક કાંઠે બંધાવ્યું અને કર્ણાવતી શહેર સામે કાંઠે વસાવ્યું એવો અર્થ નીકળે ?
૧૭ આ ભૈરવ તે હાલમાં જે ભેરવ કે ચીબરી કહેવાય છે તે પક્ષી હશે. ટેનીએ owal હશે એમ ટિપ્પણુમાં નેધ્યું છે.
૧૮ કણું ૨૯ વર્ષ રાજ્ય કર્યું એમ જિ. ગણિ કહે છે, રત્નમાળમાં કર્ણના રાજ્યકાળનાં વર્ષ ૩૨ લખ્યાં છે. પ્રવચન પરીક્ષામાં સં. ૧૧૩૦ થી ૧૧૫૦ સુધીમાં વીશ વર્ષ કણે રાજ્ય કર્યું એમ લખ્યું છે, તે તે ભૂલ જ લાગે છે. વિચાર શ્રેણીએ સં. ૧૧૨૦ માં ગાદી ઉપર બેઠેલા કણે ત્રીશ વર્ષ રાજ્ય કર્યું એમ લખ્યું છે.
બે રાજાઓએ એક સ્થળે રહેવું યોગ્ય નથી એમ ગણીને કર્ણ આશાપલ્લી ગયો અને કર્ણાવતી સ્થાપીને રહ્યો. એવું વર્ણન જિનમંડનગણિએ તથા ચારિત્ર સુંદર ગણિએ કર્યું છે. કુ. 5. પૂ. ૫; કુ. ચ. સ. ૧. ૧. ૨ . ર૯ ] પણ દ્વયાશ્રયમાં તે જયસિંહને ગાદીએ બેસાર્યા પછી તરત કર્ણ રાજા હરિ સ્મરણ કરતે કરતે સ્વર્ગમાં ગયો એમ લખ્યું છે. કર્ણાવતીની સ્થાપના કર્યાની કે આશાભીલને જીત્યાની વાત દ્વયાશ્રયમાં નથી.
કર્ણરાજ વિષે પ્ર. ચિં. માં ઉપર આપી છે તેટલી જ વાત છે અને હયાશ્રયમાં તે તેથીયે ઘડી છે પણ કર્ણની માળવા ઉપરની ચડાઈના સૂચનો બીજા ગ્રંથમાં મળે છે, અરિસિંહ કહે છે માળવા જીતીને ત્યાંથી નીલકંઠની મૂર્તિ આણી હતી. (લો, ૨૩) પણ નીલકંઠની મૂર્તિ તે મને મળ્યાનું પ્રશ્ચિ-માં કહેલું છે (જુઓ ૫, ૧૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org