________________
ભેજ અને ભીમના પ્રબ
૧૧૧
(૧) પિતાનું ભરણુ પિષણ કરવાના જ કામમાં લાગી રહેલા શુદ્ધ માણસો તે હજારોની સંખ્યામાં મળે છે, પણ પરાર્થ (પારકાનું કામ કરવું) એજ જેને મન સ્વાર્થ છે એ પુરૂષ જ સજજનોમાં અગ્રેસર ગણાય છે. દાખલા તરીકે ન ભરી શકાય એવું પેટ ભરવા માટે વડવાનલ સમુદ્રને પીએ છે, જ્યારે મેઘ ઉનાળાથી એકઠા થયેલા જગતના તાપને શમાવવા માટે સમુદ્રનું પાણી પીએ છે.
એ કાવ્યના અર્થના વિચારથી મનમાં બળ ધારણ કરી વધારે લેભ રોકી દઈને વધારે માગવા માટે વારંવાર આગ્રહ થયા છતાં માની સ્વભાવ વાળો હેવાથી, કાંઈ માગ્યા વગર કુંવર પિતાને ઉતારે ગયો. ત્યાં તે કણબીએ તેનાં વખાણ કરતા હતા અને મૂળરાજ ત્રીજે દિવસે સ્વર્ગસ્થ થઈ ગયો." એના શોક સમુદ્રમાં રાજા, રાજલક તથા જેને છોડાવ્યા હતા તે લોક બધાં ડુબી ગયાં. પછી ચતુર માણસેએ જુદી જુદી જાતને બોધ આપીને તેના બળથી તે શાક રૂપી ખીલાને તે બધાના મનમાંથી ખેચી કાઢશે.
પછી બીજે વર્ષે વરસાદ સારો થવાથી પૂરું ધાન્ય પાકયું એટલે તે ખેડુઓએ આગલા વર્ષને તથા ચાલુ વર્ષને રાજભાગ સાથે આપવા માંડયો. રાજાએ આગલા વર્ષને ભાગ લેવા ના પાડી ત્યારે તે લોકોએ તેનો નિર્ણય કરવા માટે સભા બોલાવી. આવી સભાના સભાસદોનાં લક્ષણે નીચે પ્રમાણે હેવાં જોઈએ:
(૨) જેમાં વૃદ્ધો ન હોય તે સભા નહિ. જેઓ ધર્મ શું છે તે ન બતાવે તે વૃદ્ધો નહિ, જેમાં સત્ય ન હોય તે ધર્મ નહિ. અને જેમાં બનાવટી અંશ હોય તે સત્ય નહિ.
આ લોક પ્રમાણેના નિર્ણયથી સભાસદોએ બેય વર્ષને રાજભાગ
૫ મૂળરાજ કુંવર એકાએક શાથી મરી ગયો એ ઉપર નથી કહ્યું પણ પ્ર-ચિ. ની ત્રણ હાથપ્રત ( જુઓ. મૂળ પૃષ્ઠ ૮૬ ટિ. ૧ ) માં જે પાઠ મળે છે તે પ્રમાણે તે કણબીઓની સંતેષ દૃષ્ટિથી મરી ગયો એમ અર્થ નીકળે છે. એટલે કે નજર લાગી ને તેથી માંદા પડી મરી ગયે. આ નજર લાગવાને વહેમ એ વખતે ઘણે વ્યાપક હશે. આગળ આ પુસ્તકમાં નજર લાગવાના બીજા દાખલાઓ આવે છે.
૬ ભાગ બટાઈના રિવાજ પ્રમાણે તે વધારે ઉત્પન્ન થાય ત્યારે રાજભાગ પણ વધારે જાય પછી ખેડુઓ આગલા વર્ષનું શી રીતે આપી શકે છે પછી રાજભાગ અમુક ચોક્કસ માપમાં આપવાનો હોય તે જુદી વાત: પણ એ ભાગ બટાઈ ન કહેવાય.
૭ મૂળમાં સત્તામાં શબ્દ છે. આવી સભા રાજ્ય વ્યવસ્થાનું આવશ્યક અંગ હશે ? અને તેને અધિકાર શું હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org