________________
૯૮
પ્રબંધ ચિંતામણી આ રાજા ભોજ દેખાય છે? એમ તેણે જવાબ આપે. માટે આ સાક્ષાત્ સરસ્વતી છે. તે એના પારિતોષિક રૂપે ત્રણ લાખ તે ઘણું ઓછા છે” પણ ત્રણ વખત ત્રણ લાખ આપવાનું કહ્યું માટે નવ લાખ અપાવ્યા.
કર વળી બાલ્યાવસ્થાથી જ આ ભોજ રાજાને ––
(૩) જે આ મનુષ્ય પિતાના મસ્તક ઉપર રહેલા મૃત્યુને જુએ તે ખાવુંયે ન ભાવે ત્યાં અકાર્ય કરવું તે કેમ જ રૂચે ?
આ તત્વ જાણવામાં હતું; એટલે પોતે ધર્મમાં અપ્રમાદી રહેતા હતા. એક વખત ઉંઘમાંથી જાગી ઉઠયા ત્યાં કોઈ વિદ્વાને આવીને કહ્યું કે વેગથી દેડતા ઘોડા ઉપર ચડીને યમ તમારી પાસે આવે છે, માટે ધર્મ કર્મમાં તમારે સજજ રહેવું. આ પછીથી આ વચનના અધિકારી પંડિતને હમેશાં યોગ્ય દાન આપતા જ રાજા એક વખત સાંજ વખતે સભામાં સિંહાસન ઉપર બેઠા હતા. ત્યાં (પાનની) છાબડી ઉપાડનાર બીડું આપે તે પહેલાં જ મોઢામાં પાન નાખી ખાવા માંડયું; ત્યારે વ્યવહારજ્ઞ માણસોએ એવા વર્તનનું કારણ પૂછ્યું, એટલે ભોજે કહ્યું કે યમના દાંતની વચ્ચે રહેલાં માણસ માટે તે જે દાન અપાયું કે જે ભગવાયું તે જ એનું પિતાનું, બાકી માટે તે શિકા. કહ્યું છે કે –
(૮૪) હમેશાં જાગીને પોતે શું સારું કામ કર્યું તે જાણી લેવું, (કારણ કે) આયુષ્યના કટકાને સાથે લઈને સૂર્ય અસ્ત પામે છે.
(૮૫) લેકે મને પૂછે છે કે તમારું શરીર કુશળ છે? પણ આયુષ્ય દિવસે દિવસે ચાલ્યું જાય છે ત્યાં અમારું કુશળ કેવું?
(૮૬) કાલનું કામ આજે કરવું અને સાંજનું કામ સવારે કરવું, આણે કામ કર્યું છે કે નહિ તે મૃત્યુ નહિ પૂછે.
(૮) મૃત્યુ મરી ગયું છે ? શું વૃદ્ધાવસ્થા છર્ણ થઈ ગઈ છે? શું વિપત્તિઓ જતી રહી છે કે શું રોગે બધા દૂર થઈ ગયા છે કે આ માણસે આનંદમાં રહે છે.
આ પ્રમાણે અનિત્યતા લેક ચતુષ્ટય પ્રબોધ પુરે થયે.
૩૩ એક વખત થી જે શ્રી ભીમ રાજા પાસે દૂત મેકલીને ચાર વસ્તુઓ માગી. (૧) એક વસ્તુ અહિં છે પણ પરલોકમાં નથી, (૨) બીજી વસ્તુ પરલોકમાં છે પણ અહિ નથી. (૩) ત્રીજી વસ્તુ બેય લોકમાં છે (૪) ચોથી વસ્તુ બેય લેકમાં નથી.
૫૦ આ પ્રબન્ધ કેટલીક પ્રતિમાં નથી મળતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org