________________
પ્રબંધ ચિતામણી
કહ્યું “હે વાંદરાના વૃષણ જેવા મુખવાળા મિત્ર! તું સુખી છે ?” શોભનમુનિના આ વાક્યથી મનમાં ચકિત થયેલા ધનપાલે વિચાર કર્યો કે મેં મચ્છરીમાં પણ નમસ્કાર છે એમ કહ્યું કે તેણે મિત્ર તું સુખી છો ?' એ જવાબ આપીને બેલવાની છટામાં મને હરાવ્યો.” પછી તમે કોના મહેમાન છો ?” એમ ધનપાલે પૂછતાં શોભનમુનિને “અમે તમારા જ મહેમાન છીએ.” એ જવાબ સાંભળીને પિતાના બટુક સાથે તેને પોતાને મહેલે મોકલીને ત્યાં રાખ્યા. પછી ધનપાલે મહેલમાં આવીને મીઠી વાણીથી તે મુનિને તેના સાથીઓ સાથે જમવાનું નિમંત્રણ આપ્યું. પણ મુનિએ “પોતે શુદ્ધ આહાર જ લીએ છે માટે નહિ જમી શકે” એમ કહ્યું, ત્યારે ધનપાલે. આગ્રહથી પિતાને ત્યાં જમવામાં શું દેવું છે ” એ પૂછયું એટલે શોભન મુનિએ જવાબ આપ્યો કે –
(૪૩) મુનિએ શ્લેચ્છ કુળમાંથી પણ મધુકરીથી મેળવેલું અન્ન લેવું પણ બૃહસ્પતિ જેવાનું પણ એકલાનું અન્ન ન ખાવું.
તેમજ દશવૈકાલિક નામના જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
(૪૪) બુદ્ધો ભમરા જેવા છે, તે નિશ્ચિત સ્થાન વગરના, અનેકનું અન્ન ખાનારા અને ઈન્દ્રિયોને નિયમમાં રાખનારા છે તેથી તેઓ સાધુ કહેવાય છે.
આ પ્રમાણે “જેન તેમજ અન્ય શાસ્ત્રોથી નિષિદ્ધ-બીજા માટે તૈયાર થયેલો આહાર અમે નથી લેતા અને શુદ્ધ આહાર જ લઈએ છીએ.” એમ મુનિએ કહ્યું એટલે તેના ચરિત્રથી ચક્તિ થયેલા ધનપાલ પિતાને મહેલે ગયા.
પછી ધનપાલ નહાવા બેઠા હતા ત્યાં ગોચરમાં નીકળેલા તે બે મુનિઓને આવેલા જોઈને અન્ન હજી રંધાયેલું ન હોવાથી બ્રાહ્મણીએ દહીં આપવા માંડયું, ત્યારે મુનિએ કેટલા દિવસનું છે? એમ પૂછયું. એટલે ધનપાલે “શું એમાં પૂરા છે ?એમ મશ્કરીમાં પૂછયું. એ વખતે બ્રાહ્મણીએ બે દિવસનું છે એમ નક્કી કરીને કહ્યું, અને મુનિઓએ “હા પૂરા છે” એમ કહેવાથી ધનપાલ નહાવાને ઠેકાણેથી ઊઠીને તે જોવા માટે ગયા. પછી વાસણમાંના દહીં પાસે રાખેલા અળતાથી લાલ રંગેલા રૂના પુમડા ઉપર દહીંના જ રંગના દહીંના જ પિંડ જેવા ધેળા જતુઓથી લાલ રૂ ધોળું થયેલું જોઈને જૈન ધર્મમાં જીવ દયાની મુખ્યતા છે, તથા જીવની ઉત્તિનું વિશેષ જ્ઞાન છે એમ ધનપાલને લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org