________________
પ્રશ્ન'ધ ચિંતામણી
(૫૦) તમારૂં આ પરાક્રમ રસાતલમાં જાવ, આ (.શિકારની ) ખરાબ નીતિ છે કે જેમાં શરણે આવેલું, દોષરહિત અને નબળું બળવાનથી મરાય છે. અરે. આ તે મહાકષ્ટ છે; જગત્ અરાજક થઈ ગયું છે.
૮૪
ઉપર પ્રમાણે ધનપાલના તિરસ્કારથી ક્રોધ કરીને રાજાએ ‘આ શું? એમ પૂછ્યું એટલે ધનપાલે નીચેનું વચન કહ્યું:~
(૫૧) પ્રાણ જવાની સ્થિતિમાંથી, તે વખતે, મેઢામાં તૃણુ લેવાથી શત્રુઓને પણ છેડી દેવામાં આવે છે, ત્યારે આ પશુએ જેએ હંમેશાં તૃણ ખાઇને જ રહે છે, તેને કેમ મારવામાં આવે છે?
ઉપરના વચનથી અત્યંત ક્યા ઉત્પન્ન થતાં રાજાએ ધનુષ્ય અને ખાણને ભાંગી નાખવાનું કમુલ કરીને જીવિતના અન્ત પર્યંત મૃગયાના વ્યસનને ત્યાગ કર્યા. પછી શહેર તરફ પાછા ફરતાં યજ્ઞના સ્ત‚ સાથે બાંધેલ બકરીની દાન વાણી સાંભળીને આ પશુ શું કહે છે! ” એમ રાજાએ પૂછતાં ધનપાલે ‘જીએ, તે કહે છે:
<<
""
( પશુ કહે છે. )
(પર) મને સ્વર્ગનું ફળ ભાગવવાની તૃષ્ણા નથી, વળી મેં તમારી પાસે ( સ્વર્ગમાં મેકલા એવી ) પ્રાર્થના કરી નથી, હું હમેશાં ખડ ખાવાથી સંતુષ્ટ છું. તેથી હું સાધુ! (તમારે મને મારવા ) તે યાગ્ય નથી. યજ્ઞમાં તમે મારેલાં પ્રાણીઓ જો ચેસ સ્વર્ગમાં જતાં હાય તા તે તમે માબાપને મારીને, પુત્રાને મારીને તથા સગાંઓને મારીને કેમ યજ્ઞ કરતા નથી ?
એ પ્રમાણેના તેના વાકયથી રાજાએ આ શું ? એમ ફરી પૂછ્યું. એટલે ધનપાલેઃ—
(૫૩) યજ્ઞના થાંભલા નાખીને, પશુઓને હણીને તથા લોહીને ગાર કરીને જો સ્વર્ગમાં જવાનું હોય તે નરકમાં કેવાં કામથી જવાય?
(૫૪) સત્ય એજ ગ્રૂપ (યજ્ઞસ્તમ્સ ), તપ એ જ અગ્નિ, અને કર્મો એ જ સમિધ, અને ( આ યજ્ઞમાં ) અહિંસાની આહુતિ આપવી; આવા યજ્ઞ સત્પુરૂષો કરે છે.
ઇત્યાદિ ૨૮શુકસંવાદમાં કહેલાં વચને રાજાની પાસે કહ્યાં.
૨૮ શુકસંવાદ એ કોઇ ગ્રંથના નામ જેવું લાગે છે પણ એ નામને ગ્રંથ મારા જાણવામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org