________________
વનરાજદિ ચાપત્કટ વંશ
૪૫
રીતની તેમની સલાહ સાંભળીને શ્રીમૂળરાજે કહ્યું કે “લોકમાં, ભાગી ગયો એમ નહિ કહેવાય શું ?” ત્યારે તેઓએ જવાબ આપ્યો કે
(૨૩) ઘેટે પાછો વળે છે તે મારવા માટે, અને સિંહ પણ શિકાર ઉપર) કોપથી કૂદકે મારવા છે ત્યારે શરીરને સંકોચે છે, માટે હૃદયમાં વૈર ભરેલા બુદ્ધિવાળા માણસે પોતાના વિચારો તથા પિતાની હિલચાલ છુપાં રાખે છે અને કાંઈ પણ ન ગણકારતાં સહન કરી જાય છે. –વખત જાળવી જાય છે.
આ પ્રમાણેના તેઓનાં વચનથી શ્રીમૂળરાજ ૭૬ કંથાર્ગમાં ભરાઈ બેઠે. પછી શ્રી સપાદલક્ષના રાજાએ ગૂર્જરદેશમાં જ ચોમાસું વીતાવ્યું અને નવરાત્ર આવતાં લશ્કરની છાવણીની જગ્યામાં જ શાકંભરી નગરની રચના કરી ત્યાં જ ગોત્રદેવીને લઈ આવી ત્યાં જ નવરાત્ર ઉજવવાનો આરંભ કર્યો. શ્રીમૂળરાજે આ વાત સાંભળી ત્યારે મંત્રીઓ આમાં નિરૂપાય છે એમ જાણી લીધું પણ પિતાની જ બુદ્ધિ એ વખતે પ્રદીપ્ત થઈ જવાથી તેને અનુસરી રાજ્ય તરફથી લહાણું (ભેટ) મોકલવાનો આરંભ કરીને (એ બહાને) ચારે તરફથી બધા સામંતને રાજાજ્ઞાથી બેલાવ્યા. અને ફૂટ (છૂપા સાંકેતિક લેખ) તથા છુપાં ખરોને લગતા ખાતાના અધિકારી–પંચોલી મારફત બધા રાજપુત્રોને તથા પાયદળને, તેમના કુળ અને ચારિત્ર્ય તરફ ધ્યાન : ખેંચી તથા યથાયોગ્ય દાનાદિથી ખુશ કરી, અમુક વખતે તૈયાર રહેવું એમ જણાવી એ બધાને સપાદલક્ષના રાજાના તંબુની આસપાસ ગોઠવી દીધા. અને નક્કી કરેલે દિવસે મુખ્ય સાંઢણ ઉપર ચડી સાંઢણુની ખબર રાખનાર માણસને સાથે લઈ (રાતોરાત) લાંબી વાટ કાપી નાખીને હેફાટતાં જ એકાએક કોઈના કળવામાં આવ્યા વગર સપાદલક્ષના રાજાની છાવથીમાં પેશી ગયો અને પછી સાંઢણી ઉપસ્થી ઉતરી, હાથમાં તરવાર લઈ એકલો શ્રીમૂળરાજ સપાદલક્ષ રાજાના દ્વારપાળ પાસે પહોંચી ગયો અને તેને કહ્યું કે “ અત્યારે તમારા રાજા શું કરે છે ? જા, તારા ઘણીને કહે કે શ્રીમૂળરાજ રાજકારમાં પેસે છે ” એમ કહેતાં જ દ્વારપાળને પિતાના બાહ દંડથી ધક્કો મારી, બારણામાંથી ખસેડી, “આ શ્રીમૂળરાજ પોતે જ બારણામાં પેસે છે” એમ દ્વારપાળ કહેતે હતું, ત્યાં તે તંબુની અંદર પેસીને તે રાજાના પલંગ ઉપર પતે બેસી ગયે. ભય ભ્રાન્ત થયેલા તે રાજાએ એક ક્ષણ તે મૌન
૭૬ કંથાર્ગ તે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ કંથકોટને કીલ્લો ( જુઓ રાસમાળા આવૃત્તિ ત્રીજી પૃ. ૫૯ કિ. ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org