________________
ભેજ અને ભીમના પ્રબંધે
ભમરાઓ જેના તરફ ખેચાય છે એવા ક્રોધથી ઉંચી ડોકવાળા પચાસ હાથીઓ, દશ હજાર ઘડાઓ અને વિકાસમાં ચતુર સો વારાંગનાઓ એટલું પાંડ્ય રાજાએ દંડરૂપે મોકલેલું તે વૈતાલિકને આપી દીધું,
(૧૩) તમારા મુખકમળમાં હમેશાં સરસ્વતી વસે છે, તમારે હેઠાલાલ છે. રામના વીર્યની યાદ આપતે તમારે જમણે બહુ સમુદ્ર છે. આ વાહિનીઓ ( નદીઓ કે સેનાઓ) તમારા પડખાને એક ક્ષણ પણ છોડતી નથી. છતાં તમારી અંદર રહેલા આ સ્વચ્છ માનસમાં, હે રાજા, પાણી પીવાની ઈરછા કેમ થાય છે?
આ કાવ્યના પારિતોષિકનું વર્ણન “આઠ કેટિ સુવર્ણ” વગેરે (૧૨ મા) શ્લેકમાં કરેલું છે, એમ સમજવું. આ કાવ્યને અર્થ સમજીને, તેનું (વિક્રમાદિત્યનું) ઔદાર્ય જોઈને જેને બધે ગર્વ ગળી ગયો છે, એવા રાજાએ (જે) તે ધર્મવહીને એગ્ય રીતે પૂજીને પાછી ઠેકાણે મુકાવી દીધી.
૬ (એક વખત) પ્રતીહારે વિજ્ઞપ્તિ કરી કે “ સ્વામી, આપના દર્શનની ઈચ્છાથી આવેલું એક સરસ્વતી કુટુંબ દરવાજે ઉભું છે.” “તરત અંદર લઈ આવો” એમ રાજાએ આજ્ઞા કરવાથી તે કુટુંબમાંથી પહેલી અંદર પેઠેલી દાસીએ રાજાને કહ્યું –
(૧૪) બાપ વિદ્વાન છે, બાપને પુત્ર વિદ્વાન છે, મા વિદુષી છે, માની પુત્ર વધૂ પણ વિદૂષી છે, અને બિચારી કાણી દાસી પણ વિદુષી છે, માટે હે રાજા ! આ વિઠકુટુંબ છે એમ માનું છું.
આ પ્રમાણેના તે દાસીના પ્રહસનમય વચનથી જરા હસીને રાજાએ તે કુટુંબના વડિલને નીચેનું સમસ્યા પદ આપ્યું
સાર લે અસારથી.
(૧૫) વિત્તને સાર દાન આપવું તે, આયુષ્યને સાર કીર્તિ અને ધર્મ, અને શરીરને સાર પરોપકાર કરવો તે, આ રીતે અસારમાંથી સાર લેવો.
પછી રાજાએ તેના પુત્રને નીચેનાં બે પદે સમસ્યાપૂર્તિ માટે આપ્યાં. હિમાલય નામને પર્વતરાજ અને વિરહાતુર મેના.
આ શ્લોકમાં દ્વિઅર્થી શબ્દ વાપરીને વિરોધાભાસ બતાવ્યો છે. પહેલી પંક્તિમાં આવેલો સરસ્વતી શબ્દ નદીના નામ રૂપે પ્રસિદ્ધ છે. શોણ નદીનું નામ છે, બીજી પંકિતના સમુદ્ર શબ્દને એક અર્થ દરીઓ અને બીજે મુદ્રાઓવાળ, વાહિનીઓનદીઓ કે સેનાઓ, માનસ-માનસ સરોવર કે મન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org