________________
દ૯
ભોજ અને ભીમના પ્રબ
(૨૦) જેણે સહેલાઈથી ગજેન્દ્રોના કુંભને તેડી નાખવાને પ્રતાપ બતાવે છે; એવા સિંહને મૃગલાં સાથે સંધિ પણ શાની અને વિગ્રહ પણ શાને ?
ઉપરની ગાથાની જવાબરૂપ ગાથા માટે ભીમે માગણી કરી અને બધા મહાકવિઓની જુદી જુદી ગાથા રચનાઓને શુદ્ધ ગણગણાટરૂપ ગણીને.
(૨૧) અંધકના પુત્રોના કાળરુપે ભીમને વિધિએ ઉત્પન્ન કર્યો છે, જે ભીમે સે શત્રુઓને ન ગણ્યા તેને તમારી એકની શું ગણત્રી ?
ઉપર પ્રમાણેની ચિત્તમાં ચમત્કાર ઉપજાવે એવી ગોવિન્દ્રાચાર્યની ગાથાને તે પ્રધાન (સાધિવિગ્રહિક) ના હાથમાં આપીને સધિનું દૂષણ
વળી એક વખત પ્રતિહારે જાહેર કરેલા કોઈ પુરૂષે સભામાં આવીને શ્રી ભેજને કહ્યું –
(૨૨) મારી માને મારાથી સંતોષ નથી કે દીકરાની (મારી) વહુથી સંતોષ નથી, અને દીકરાની વહુને તેની સાસુથી કે મારાથી સંતોષ નથી અને મને તે નમ્ર હોવા છતાં મારી પત્નીથી સંતોષ નથી, હે રાજન આમાં કોને દોષ ?
ઉપર પ્રમાણેનું તેનું વાકય સાંભળીને તેની આજન્મ દરિદ્રતાને દૂર કરે એવું પારિતોષિક અપાવ્યું. ૧૦
હું એક વખત ઠંડીની ઋતુમાં રાતે ૧ વીરચર્યાથી ફરતા રાજાએ એક દેવમંદિરની આગળ કોઈક પુરૂષને નીચેને લોક
(૨૩) ટાઢથી અડદની શિંગ પેઠે હું ધ્રુજું છું અને ચિત્તારૂપ સમુદ્રમાં ડુબી ગયો છું, હઠ ફાટયા છે, શ્વાસની ધમણ ચાલે છે, ભુખથી મારું પેટ ઉંડુ ઉતરી ગયું છે. ( તાપવા માટે ) અગ્નિ ઠરી ગયો છે, અપમાન પામેલી પ્રિયા પેઠે ઉંધ મને છોડીને કયાંક ચાલી ગઈ છે, પણું સત્પાત્રને આપેલી લક્ષ્મી પેઠે આ રાત ક્ષીણ થતી નથી.
૪ આ લોકને અંધક એટલે ધ્રુતરાષ્ટ્ર અને ભીમ તે પાંડુ પુત્ર ભીમ જેણે ધૃતરાષ્ટ્રના પુત્રોને માર્યા હતા.
૧૦ આ વાત તથા ૨૨ મે કલેક ભેજ પ્રબંધમાં પણ છે. વળી નવ પ્રબંધ અને ૨૩, ૨૪, ૨૫ કે પણ ભેજ પ્રબંધમાં મળે છે.
૧૧ જૂના વખતમાં રાજઓ વેષ પલટો કરીને વસ્તીનાં સુખ દુખ જાણવા માટે રાતે ફરવા નીકળતા તે વીરચર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org