________________
७६
પ્રબંધ ચિંતામણી - દ્વાર આગળ કેડીઓ દાટીને જયપત્ર લીધું. તે વખતથી કુલચન્દ્ર લુંટી ગયે
એવી આખા જગતમાં ખ્યાતિ થઈ. પછી કુલચન્દ્ર જયપત્ર લઈને માળવે ગયો અને તે વૃત્તાન્ત ભેજને કહ્યો ત્યારે શ્રી સરસ્વતીકંઠાભરણું ભજે કહ્યું કે “તમે અંગારા કેમ ન દાટયા? આતે માળવાનું ઉઘરાણું ( કર ) ગુજરાતમાં જશે.”
- ૧૬ એક વખત ચાંદનીમાં બેઠેલા બીજે પાસે બેઠેલા કુલચન્દ્રના સાંભળતાં પૂર્ણ ચંદ્રમંડળને જોઈને નીચે અર્થે લોક કલ્યો.
(૩૫) જેઓ હાલી સ્ત્રી સાથે આખી રાતને એક ક્ષણ પેઠે પસાર કરે છે તેઓને ચંદ્રમા શીતળ કિરણવાળે જણાય છે. પણ વિરહીઓને ઉંબાડીઆ જેવો સંતાપ કરનાર લાગે છે.
આ અર્થે લોક અર્ધકવિએ (જે) કહેતાં કુલચન્ટે કહ્યું:
અમારે તે વલ્લભાએ નથી, અને વિરહ નથી. તેથી ઉભય ભ્રષ્ટ અમારે તે ચન્દ્રમા અરીસા જેવો શેભે છે; એ નથી શીતળ કે નથી ઉષ્ણ. - ઉપર પ્રમાણેની તેની ઉક્તિ પછી રાજાએ એક સારી સ્ત્રી તેને ભેટ આપી.૨૨
૧૭ પછી ડામરનામનો સાત્વિવિગ્રહિક માલવ મંડળમાંથી ગુજરાતમાં ગયો ત્યારે તેણે ભેજની સભાનું વર્ણન કરતાં ત્યાં મેટું આશ્ચર્ય ઉત્પન્ન થયું, અને ભોજની સભામાં જઈને શ્રી ભીમના અતિશય રૂપનું વર્ણન કરતાં ભીમને જોવાનું ભેજને મન થયું. અને તેણે ડામરને કહ્યું કે
ભીમને અહીં લઈ આવે અથવા મને ત્યાં લઈ જાઓ.” બીજી તરફથી માળવાની સભા જેવાની ઉત્કંઠાથી ભીમે પણ એમજ કહ્યું. એટલે એક વરસ યુક્તિઓ જાણનાર ડામર મોટી ભેટે લઈને પાનને કરડીએ ઉપાડનાર બ્રાહ્મણના વેષમાં ભીમને સાથે લઈને ભેજની સભામાં ગયો અને પ્રણામ કર્યા. ભોજે ભીમને લઈ આવવાની વાત કહી. ત્યારે તેણે વિનંતી કરી કે “દેવ! રાજાઓ સ્વતંત્ર છે, એની પાસે ઈષ્ટ કાર્ય કેણ પરાણે કરાવી શકે ? માટે આપે આ બેટી આશા ન રાખવી.” ડામરે આમ કહ્યું એટલે શ્રીભીમનાં અવસ્થા, રંગ, આકૃતિ કેના જેવાં છે એમ ભેજે પૂછયું ત્યારે ડામરે પાનને કરંડીઓ ઉપાડનારને બતાવીને સભાસદો તરફ જોઇને કહ્યું કે “હે દેવ* ૨૨ કુલચન્દ્ર સંબંધીના પ્ર. ચિં. ને આ વૃત્તાન્તમાં દિગંબર વૈષની ગંધ આવે છે. એક પ્રતમાં વારાંગના પાઠ છે તે સાચો હોય તે વેશ્યા આપી, એવો અર્થ થાય, રાજાઓ આ રીતે વેશ્યાને આપે એવી પ્રથા જૂના કાળમાં હતી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org