________________
૭૮
પ્રબંધ ચિંતામણી વવા ગયા ત્યારે માઘપંડિતે “આપે મારે ત્યાં પધારવાની સ્પા કરવી” એમ વિનંતિ કરી અને તે પિતાને ગામ ગયા. આ પછી કેટલેક દિવસે માઘનો વૈભવ અને તેનાં માજશોખનાં સાધને જોવાની ઈચ્છાથી શ્રીજ શ્રીમાલનગરમાં ગયા. માઘપંડિત સામે ગયા તથા બીજે પણ સત્કાર કર્યો અને રાજાને તેના લશ્કર સાથે માઘના આંગણામાં સમાસ થઈ ગયો. પછી માઘ પંડિતના મહેલમાં જઈને જીવે છે તે બધા રસ્તાઓ સોને મઢેલા જોયા. વળી નાહ્યા પછી દેવપૂજાના સ્થાનમાં મણિમરકતની જમીનમાં શેવાળવાળાં પાણીને ભ્રમ થવાથી પિતે પહેરેલાં કપડાં રાજાએ ઉંચાં લીધાં ત્યારે પુરોહિતે વસ્તુસ્થિતિ સમજાવી. અને દેવપૂજા તથા મંત્ર પાઠ પુરાં થયા પછી જમવાને વખત થતાં, પીરસાયેલી રસોઈ ચાખતાં, રાજાના મનમાં તે દેશમાં ન મળે એવાં તથા તે તુમાં ન ઉત્પન્ન થતાં એવાં શાક ફળે વગેરે જેઇને ભારે આશ્ચર્ય થયું. કહેલાં દુધ સાથે ખાવાળી ( દૂધપાકર) રસોઈ ગળા સુધી ધરાઈને ખાધા પછી ભેજન પુરું કરી ઉપરની મેડી (ચન્દ્રશાળા) માં ચડીને પહેલાં ન જોયેલ કે ન સાંભળેલ કાવ્ય, કથા, પ્રબન્ધ, નાટક વગેરે જોતાં જોતાં શીઆળાની ઋતુ હોવા છતાં (કૃત્રિમ રીતે ઉત્પન્ન કરેલા) આકસ્મિક ઉનાળાની બ્રાન્તિ થવાથી ધળું સ્વચ્છ કપડું વીંટીને તથા પુષ્કળ ચંદન ચેપડીને સુતેલા ભેજને વીંઝણો લઈને ઉભેલા નેકરે પવન નાખવા માંડ્યા અને ભજને એવી સારી ઉંઘ આવી ગઈ કે એક ક્ષણ પેઠે રાત નીકળી ગઈ. અને સવારમાં શંખધ્વનિથી જાગી ઉઠ્યા. આ રીતે દર વખતે શીઆળો હોવા છતાં માઘપંડિતે ઉનાળાનો જેને અનુભવ કરાવ્યો છે, એવા ભોજે આશ્ચર્ય સાથે કેટલાક દિવસ રહીને સ્વદેશ જવા માટે રજા માગી અને પિતે કરાવવા માંડેલા નવા ભજસ્વામી નામના મંદિરનું પુણ્ય (માઘ પંડિતને ) આપીને ભેજ રાજા માળવે ગયા.
હવે માધના જન્મ વખતે તેના પિતાએ જેથી પાસે જાતક કરાવ્યું છે એમ આવ્યું કે પહેલાં ચડતી ચડતી કળામાં સમૃદ્ધિને ઉપભોગ કરીને છેવટમાં વૈભવ ખુટી જતાં અને પગ ઉપર છેડે સજાને રોગ થઈને માઘપંડિત મરણ પામશે.
આ રીતે જોષીએ બતાવેલાં ગ્રહનાં ફળને વૈભવથી દુર કરવાની ઈચ્છાથી માણસનું આયુષ્ય સે વર્ષનું માનતાં તેના છત્રીસ હજાર દિવસો થાય એમ ગણીને નાણથી ભરેલા છત્રીસ હજાર હારો કરાવીને નવા બનાવેલા કક્ષમાં રાખીને તથા તે ઉપરાંત પુષ્કળ સમૃદ્ધિ મુકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org