________________
૪૮
પ્રબંધ ચિંતામણી (૨૪) પૂર્વનાં સંચિતથી જે કાંઈ રે મને આવવાના હોય તે ભલે આવે, કારણ કે શંભૂનાં તે પરમ પદમાં (કર્મનાં) કણમાંથી છુટા થઇને જવા ઈચ્છું છું,
શિવપુરાણમાં કહેલાં આ પ્રમાણેનાં વચનો પાઠ કરનાર અને “ન ભોગવેલું કર્મ ક્ષીણ થતું નથી” એમ જાણનાર હું આ રોગને કેમ છોડું ? આ રીતે તેણે કહ્યા પછી ત્રિપુરૂષધર્મસ્થાનના પૂજારી તરીકે રહેવાની તેને રાજાએ વિનતી કરી.
(૨૫) (રાજ્યના ) અધિકારથી ત્રણ માસમાં અને મઠપતિપણાથી ત્રણ દિવસમાં (નરક મળે છે); પણ તરત નરકમાં જવાની ઇચ્છા હોય તે એક દિવસ માટે પુરોહિત થવું.
આ પ્રમાણે સ્મૃતિ વાક્ય જાણવા છતાં અને તારૂપી વહાણવડે સંસારરૂપી સમુદ્રને તરી ગયા પછી હવે શું ગાયની ખરીના ખાડામાં ડુબી મરું ?” એ રીતે રાજાને ના પાડી. ત્યારે રાજાએ એક જાતની રોટલી (વંશ) માં તામ્રશાસન ૮૩વટીને તે પાંદડાં વચ્ચે રાખીને ભિક્ષા માટે આવેલા તે તપસ્વીને આપ્યું.
આ વાત જાણ્યા વગર જ તે ત્યાંથી પાછા વળ્યા, ત્યારે પહેલાં સરસ્વતીના પ્રવાહમાં તે તપસ્વીને જવા માટે જે પ્રમાણે રસ્તો થઈ જતો તે પ્રમાણે રસ્તે ન થયું. ત્યારે જન્મથી આરંભી તે દિવસ સુધીનાં પિતાનાં દૂષણે વિચારી જેમાં અને છેવટ તાજી ભિક્ષામાં કાંઈ દોષ હોય તો તે જાણવા તેમાં જોયું ત્યાં તામ્રશાસન દીઠું. આ પછી તે તપસ્વીને ક્રોધ થયો છે એમ જાણી તેની પાસે જઈ રાજાએ તેના સાંત્વન માટે વિનયવાળાં વાકયો કહેવા માંડયાં; ત્યારે તેણે “મેં જમણે હાથે તમારું તામ્રશાસન લીધું તે ફેક કેમ થાય?” એમ કહીને વયજલ્લદેવનામને પિતાને શિષ્ય રાજાને સે. તે વયજલ્લદેવે “હમેશાં શરીરે ચોળવા માટે ૩ર તેલા ઉચું કેસર, ૧૬ તલા કસ્તુરો, ચારતેલા કપુર, તથા બત્રીશ વારાંગનાઓ, અને ગામ સાથે વેત છત્ર એટલું જ આપે તે પૂજારીપણું કબુલ કરું.” એમ કહ્યું. ત્યારે રાજાએ એ બધું કબુલ કરી ત્રિપુરૂષધર્મસ્થાનમાં તપાવી સ્વામી તરીકે તેને અભિષેક કર્યો. તે કંકરૌલ નામથી
૮૩ દાન આપતાં રાજાઓ તે દાનને લેખ જે ત્રાંબાનાં પતરાં ઉપર કરી આપતા તે લેખવાળાં પતરાને તામ્રશાસન કહેતા. જાને ઈતિહાસ ઉકેલવામાં આવી તામ્રશાસનેએ ઘણું મદદ કરી છે.
:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org