________________
૫૦
પ્રબંધ ચિંતામણી વાર મૂળરાજના સૈન્યને ત્રાસ પમાડો. પછી એક વખત લાખો
“કપિલકોટના કીલ્લામાં હતું ત્યારે મૂળરાજે જાતે તેને ઘેરો ઘાલ્યો. ત્યારે કયાંક હલ્લે કરવા મેકલેલે પિતાને મહેચ નામને અતિ સાહસિકસેવક પાછો આવી જાય તેની તે ( કચ્છના રાજા) વાટ જોવા લાગ્યા. આ વાતની મૂળરાજને ખબર પડી જવાથી તેના આવવાના રસ્તાઓ મૂળરાજે રોકી દીધા. હવે પિતાનું કાર્ય પૂરું કરીને તે માટેચ પાછું આવતું હતું, ત્યારે તેને રોકી મૂળરાજનાં માણસેએ હથી છેડી દેવાનું કહ્યું. ત્યારે તેણે પિતાના ધણીના કામને ટેકે આપવા માટે (અપમાન ગળી જઈ ) હથીઆરે છેડી દઈ, લડવા માટે તૈયાર થયેલા લાખા પાસે આવી તેને પ્રણામ કર્યા. પછી યુદ્ધમાં–
(૨૬) જો ઉગીને–છતા થઈને (શત્રુઓને) તાપ ન દેખાડે છે તે એને હલકે જાણે એમ લાખો કહે છે. છેવટ તે આઠે કે દશ એમ ગણ્યા દિવસે જ (વધારે જીવવાના) મળે. - આવાં બે વાક બેલ તથા મહેચ સેવકે ઉગ્રવૃત્તિ દેખાડીને સાહસ કરવા જેને ખૂબ પાને ચડાવેલે, એવો લાખે મૂળરાજ સાથે કંઠયુદ્ધમાં ઉતર્યો. પણ ત્રણ દિવસના યુદ્ધ પછી મૂળરાજને આ ( લાખે ) છતી શકાશે નહિ એમ સમજાવાથી, ચોથે દિવસે તેણે સોમેશ્વરનું સ્મરણ કર્યું અને પિતામાં રૂદ્રને અંશ અવતરવાથી ( તેના બળથી ) મૂળરાજે લાખાને મારી નાખ્યો. પછી લડાઈમાં જમીન ઉપર પડેલા તે લાખાની પવનથી હલતી મૂછને મૂળરાજે જ્યારે પગ અડાડ ૮૬ ત્યારે લાખાની માએ તારો વંશ સૂતા (કોઢ) રોગથી મરણ પામશે એ રીતે શાપ આપે.
(૨૭) જેણે પિતાના પ્રતાપરૂપી અગ્નિમાં લક્ષ (લાખાને તથા એક લાખ એ પ્રમાણે બે અર્થ છે) હેમ કર્યો અને તેની રાણીઓનાં આંસુઓનાં જુદાં જુદાં ટીપાંઓને પકડવાનું સૂત્ર બનાવ્યું. ( મતલબ કે આંસુઓની અવિચ્છિન્ન ધારા ચાલી).
૮૫ કચ્છમાં ભુજ તાલુકાનું હાલનું કેરે ગામ તે જૂનું કપિલકોટ એમ ૨. ઉ. કહે છે. રાસમાળા ત્રી. આ. ભા. ૧ પૂ. ૭૦ ટિ.)
૮૬ આ રીતે મરેલા લાખાની મૂછને પગ અડાડવાની વાત હેમચઢે કે મેરૂતુંગ પહેલાંના કેઈએ નથી લખી, તેમ જ એ જોઈને લાખાની માએ વૃતા રોગથી તારે વંશ મરશે' એ શાપ આપ્યાની વાત પણ પહેલી મેરૂતુંગે અહીં લખી છે અને તેને કુમારપાલના ચરિત્રમાં ઉપયોગ કર્યો છે. જિનમંડન ગણિએ પ્ર. ચિ.ની આ કથા ઉતારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org