________________
૬૩
પરિશિષ્ટ ()
હવે તૈલિપને દેહાન્ત વિ. સં. ૧૦૫૪ માં થયો અને ૧૦૫૦ માં અમિતગતિએ મુંજના રાજ્યકાળમાં સુભાષિત રત્નસંદેહ નામને ગ્રંથ પૂરો કર્યો છે માટે એ બે તારિખ વચ્ચે વિ. સં. ૧૦૫૧, ૧૦૫ર કે ૧૦૫૩ માં મુંજનો દેહાન્ત થયો હશે (જુઓ ભારત કે પ્રાચીન રાજવંશ પ્ર. ભાગ ૫ ૧૨).
મુંજને રૂદ્રાદિત્ય નામને અમાત્ય હોવાનું મેરૂતુંગ જે કહે છે તેને મુંજનું પોતાનું વિ. સં. ૧૦૩૬ નું તામ્રપત્ર કે આપે છે (જુઓ . A. Vol. XIV p. 106).
મૃણાલવતી સાથેના આડા વ્યવહારની પ્રબંધ લેખકોની વાત વિશ્વસનીય માનવા માટે વિશેષ પુરાવાની અપેક્ષા છે.
મુંજ ભણઈ મુણાલવઈ' જેવાં પ્રાકૃત સુભાષિતે તે આધુનિક લેક સાહિત્યના દુહાઓ જેવાં છે અને એ સુભાષિતોને જોડનારી મુંજ મૃણાલવતીને સંબંધની તથા મુંજ પાસે ભીખ મગાવ્યાની કલ્પના દુહાઓ જોડનારી વાર્તાઓ જેવી હેઈને ખાસ સાચી માનવાની જરૂર નથી. (જુઓ સરસ્વતી માર્ચ ૧૯૩૨ માં સૂર્યનારાયણ વ્યાસને મુંજ વિષે લેખ પૃ. ૪૦૯)
મુંજના મેઢામાં છેવટ મેરૂતુંગે ઘરે મુંને ચરાપુને નિરાશા રાવતા એવા જે શબ્દ મુક્યા છે તે ખોટા નથી. ધનપાલ, પદ્મગુપ્ત, ધનંજય (દશરૂપકને કર્તા) અમિતગતિ અને પિંગલસૂત્ર ઉપર ટીકા લખનાર હલાયુધ જેવા અનેક વિદ્વાને મુંજના આશ્રિત હતા એટલુંજ નહિ પણ તે પોતે પણ કવિ હતો. જો કે તેનો રચેલો કે ગ્રન્થ અત્યારે મળતું નથી, પણ સુભાષિતોના સંગ્રહમાં મુંજ (કેવાકપતિરાજ) ના નામે ઉતારા મળે છે. ખાસ કરીને મુંજ પછી પચાસ વર્ષની અંદર થયેલા સેમેન્દ્ર મુંજના નામથી સુભાષિતે ઉતાર્યા છે એ હકીકત વિશેષ સૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org