________________
પ્રબંધ ચિંતામણી
નીયે આ મેરૂતુંગ છે. મેરૂતુંગ (વિ. સં. ૧૭૬૧) શુભશીલ (વિ. સં. ૧૫મું શતક) રાજવલલભ (વિ. સં. નું ૧૬મું શતક) અને રત્નમંદિરગણિ (વિ. સં– ૧૫૦૭) બધાએ મુંજરાજ પ્રબંધ લગભગ એક સરખો આપે છે. બલાલ જો કે મેરૂતુંગ પહેલાં થયો હોવાનો સંભવ નથી અને જરૂર છે વિશ્વનીય છે પણ એણે મુંજ અને ભોજના સંબંધની વાત એ જ રીતે આપી છે જ્યારે મુંજનું છેવટ જુદી રીતે લખ્યું છે (જુઓ ટિ. ૯૩) " સિંધુલ મુંજને મોટે ભાઈ હતું. અને સિંધલ પછી મુંજ ગાદીએ બેઠો એમ બલ્લાલ કહે છે, જ્યારે જૈન લેખકે સિંધુલને નહાને ભાઈ કહે છે, અને એ બાબતમાં જૈન લેખકે સાચા છે; કારણ કે મુંજ અને સિધુલને સમકાલિન કવિ પરિમલ પણ સિંધુલને મુંજને હાને ભાઈ કહે છે. વળી ભેજનું પિતાનું દાનપત્ર મુંજ પછી સિંધુલ કે સિંધુરાજ અને પછી ભોજ એવો ક્રમ આપી જૈન લેખકની વાતને સાચી ઠરાવે છે. (જુઓ I. A. Vol. vi. p. 53–54) પણ મુંજે સિંધુલને દેશનિકાલ કરેલો, પછી કેદમાં પૂરેલો અને કેદમાં જ ભજનો જન્મ થયા પછી ગાદીએ બેટ વગર તે મરણ પામે, જેથી મુંજ પછી ભેજ ગાદીએ બેઠે એમ જે મેરૂતુંગ વગેરે કહે છે તે સમકાલિન પુરાવાઓથી ખાટું ઠરે છે. કારણ કે મુંજ પછી તેને નાનો ભાઈ સિંધુરાજ કે સિંધુલ ગાદીએ બેઠા હતા અને મુજેજ તેને પિતાને વારસ ની હતે એમ એ બેયના સમકાલિન કવિ પરિમલ (ઉર્ફે પદ્મગુપ્ત)ના સ્પષ્ટ કથનથી જણાય છે (જુવો નવસારસાંક ચરિત સ. ૧૧ લો. ૯૮) અને ભોજને ઉપર ઉલ્લેખેલો ઉત્કીર્ણ લેખ તેને ટકે આપે છે. વળી ભોજને મારી નાખવાનો પ્રયત્ન કરવાની મેરૂતુંગ વગેરેની વાત કલ્પિત લાગે છે, સમકાલિન જૈન લેખક ધનપાલ (જેને વિષે મેરૂતુંગે ઘણી વાત લખી છે. જુઓ–પ્ર. ચિ. પ્રકાશ બીજે) ભોજને મુંજેજ યુવરાજ ની હતો એમ કહે છે (જુઓ તિલક મંજરીની પ્રસ્તાવના શ્લો. ૪૩)
છેવટના ભાગમાં મુંજે તૈલિપને છ વાર હરાવ્યાનું મેરૂતુંગ કહે છે તેમાં કદાચ અતિશક્તિ હશે પણ મુંજ અને તૈલિપ વચ્ચે અનેક યુદ્ધો થયેલાં હેવાને સંભવ છે. અને છેવટમાં મુંજ હાર્યો, કેદ પકડાયો અને રેલિપે મરાવી નાખ્યો; એટલી વાત ઐતિહાસિક લાગે છે. કારણ કે તેલિપ અને તેના સામના બે ચૌલુકય લેખોમાં એનું સૂચન છે ( જુઓ Dynasties of the Kanaries districts p. 40 ભારત કે પ્રાચીન ૨ાજવંશ પ્ર. લાં, પૃ. ૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org