________________
૫૮
પ્રબંધ ચિંતામણી ભોંયરા મારફત મારે દેશ જઉં છું, જે તે ત્યાં આવે તે મહાદેવના પદે તારે અભિષેક કરી મારી કૃપાનું ફળ બતાવું.” આના જવાબમાં “ઘરેણુને દાબડે લઈને આવું ત્યાં સુધી એક ક્ષણ વાટ જુ” એમ કહીને મૃણાલવતી ગઈ પણ તે ઘરડી વિધવાએ ત્યાં જઈને મને એ છોડી દેશે” એમ વિચાર કરીને પોતાના ભાઈ-રાજાને આ વૃત્તાન્ત કહી દીધો, અને પછી તેની વધારે વિડંબના કરવા માટે તેને દોરડાથી બંધાવી ઘેર ઘેર તેની પાસે ભીખ મગાવી. આ રીતે ઘેર ઘેર ભમતા તેણે નિર્વેદથી ભરેલા ચિત્ત નીચેનાં વચનો કહ્યાં છે –
(૩૫) ૧૦૧સર્વનાં ચિત્તને હરી લેવા માટે મન્મથની વાત કરવામાં જેઓ કુશળ છે તે સ્ત્રીઓમાં જેઓ વિશ્વાસ રાખે છે તે માણસો અમારી પેઠે ઘણે ખેદ પામે છે.
(૩૬) (બાલ્યાવસ્થામાં) ગેળા તુટીને હું કેમ ન મુઓ! હું શા માટે બળીને રાખ ન થઈ ગયો? આ મુંજ દેરીએ બંધાઈને માંકડ પેઠે હિંડે છે.
વળી –
(૩૭) હાથીઓ ગયા, રથ ગયા, ઘોડ ગયા, પાયદળ માણસો ગયાં, એક પણ નેકર નથી, માટે હે સ્વર્ગમાં રહેલા રૂદ્રાદિત્ય ! તારી સામે જોઈ રહેલા મને તું આમંત્રણ કર (બેલાવી લે).
વળી એક દિવસ કોઈક ગૃહસ્થને ઘેર ભીખ માગવા મુંજને લઈ ગયા, ત્યાં તેની પત્ની હાથમાં શુદ્ર કાચલીવાળા મુંજને છાશ પાઈને ગર્વથી માથું ઉંચું રાખી ભિક્ષા આપવાની નથી એમ કહેવા લાગી ત્યારે મુંજે તેને કહ્યું કે
(૩૮) હે ભોળી મુગ્ધા ! તું મને હાથમાં કાચલીવાળો જેઈને ગર્વ કરમાં; કારણકે મુંજના ચૌદસો ને છતર હાથીઓ ગયા, (અને અત્યારે આ સ્થિતિ છે).
(૩૯) ૧૦૨હે માંકડા! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો એ માટે ઉગ કરીશમાં; કારણકે રામ, રાવણ, મુંજ વગેરે કણ કણ સ્ત્રીથી ખંડિત નથી થયા.
૧૦૧ રન મંદિર ગણિએ જે પાઠ આપ્યો છે તેને અર્થ નીચે પ્રમાણે થાય છે- સ્ત્રીના ચિત્તમાં સે, મનમાં સાઠ, અને હૃદયમાં બત્રીશ પુરૂષે હોય છે એવી સ્ત્રીને જે અમે વિશ્વાસ કર્યો તે અમે ખરેખર મૂખ છીએ.(જુઓ ભાષાંતર ૫.૧૪)
૧૨ રત્ન મંદિર ગણિએ મંદ ને બદલે કંઈજ પાઠ આપ્યો છે અને તેને અર્થ ભાષાંતરક્તએ “ધીથી નીતરતે અર્ધો રોટલો " એમ કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org