________________
ગુજરાજ પ્રખ ધ
૫૭
હરાવ્યા. છે. ” એ રીતે તેની અવગણના કરીને, પેાતાના ઉપર અતિ શ્રદ્ધા રાખી તેણે નદી એળંગી સામે કાંઠે લશ્કરની છાવણી નાખી. રૂદ્રાદિત્યે રાજાનું આ વૃત્તાન્ત સાંભળી રાજાના અવિનયને પરિણામે ભાવિ વિપત્તિની આશંકા કરી જાતે ચિતાગ્નિમાં પ્રવેશ કર્યાં. પછી તૈલિપે છળ અને બળવડે તેના સૈન્યને વીખેરી તથા મારી નાખ્યું અને શ્રીમુંજ રાજાને મુંજ ધાસનાં દોરડાંથી બાંધી, પકડી લીધેા અને કેદખાનામાં લાકડાના પિંજરામાં પૂરીને રાખ્યા. ત્યાં તૈલિપની મેન મૃણાલવતી ૯૯જે મુંજની સેવા ચાક્રરી કરતી તેના મુંજની સાથે રાખેલીના સંબંધ થઇ ગયા. પછી પાછળ રહેલા મુંજના પ્રધાનેએ કેદખાના સુધી સુરંગ (ભેાંયરં) ખાદી (કેવી રીતે ભાગવું) તેનેા સંકેત તેને જાણ્યેા. હવે એક વખત મુંજ પેાતાનું પ્રતિમિય અરીસામાં જોતા હતા ત્યાં મૃણાલવતી પાછળથી આવી અને તેનું વૃદ્ઘાવસ્થાથી જર્જરિત થઈ ગયેલું માઠું અરીસામાં દેખાયું, ત્યારે જુવાન ૧૦૦મુંજના માઢાની પાસે જ પાતાનું વૃદ્ઘ મેઢું દેખાવાથી તે વધારે પ્રીકંઠું લાગતાં અને તેથી મૃણાલવતીને ખિન્ન જોઇને મુંજે કહ્યું કેઃ——
(૩૪) મુંજ કહે છે કે “ હું મૃણાલવતી ! તારૂં યૌવન ગયું, એ માટે ખેદકર માં, કારણ સાકરના સેંકડા કટકા થયા હોય તે પણ તે ચાવવાથી
મીઠી જ લાગે છે.
આ પ્રમાણે તેને કહીને પાતાને દેશ જવા ઇચ્છતા, છતાં તેના વિરહ ન સહી શકતે મુંજ ભયથી પેાતાની વાત ( સુરંગ મારફત પાતે ભાગી જવા માગે છે તે ) તેને જણાવી શકતા નથી. વારંવાર પૂછવા છતાં મુંજે પેાતાની ચિંતા તેને જણાવી નહિ, ત્યારે તેણે મીઠાં વગરની મેાળી તથા અતિ મીઠું નાખીને ખારી રસાઇ ખવરાવી પણુ વિચારમાં હેાવાથી તેને સ્વાદની ખખર ન પડી, એ જોઇને ખૂબ સ્નેહ બતાવીને તથા આગ્રહભરેલી વાણીથી મૃણાલવતીએ પૂછ્યુ. ત્યારે તેણે કહ્યું કે “હું આ
""
૯૯ આ મૃણાલવતી તૈલિપના કાકા દેવલે રાખેલી સુંદરી નામની દાસીની પુત્રી હતી, અને તે જુવાન થતાં તૈલિપે તેને શ્રીપુરના ચંદ્રરાનને આપી હતી અને ચંદ્ર મૂળ રાગથી મરણ પામતાં તે પાછી ભાઇને ઘેર આવી. આ વિધવા તૈલિપના કહેવાથી મુંજના ખાવા પીવાની વ્યવસ્થા રાખતી. એ પ્રમાણે શુભ્રંશીલ મૃણાલવતીનું ચરિત્ર આપ્યું છે (જીએ મૂળ પૃ. ૩૪ ,િ ૧)
૧૦૦ મેરૂતુંગ કેદમાં પડેલા મુંજને જુવાન કહે છે પણ તેને ગાદીએ બેઠે એ વખતે ખાવીશ ત્રેવીશ વર્ષો થઇ ગયાં હતાં એ જોતાં તેની ઉમ્મર ચાળીશ ઉપર તા હાવી જોઇએ.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org