________________
પ્રબંધ ચિંતામણી રાખ્યું, પછી જરાક બીકને ખંખેરીને “શું તમે જ મૂળરાજ છે ?” એમ પૂછ્યું. ત્યારે મૂળરાજે સ્પષ્ટ કહ્યું કે “હા.” આ વાત સાંભળી જ્યાં પ્રસંગને યોગ્ય કાંઇક બોલવા જાય છે ત્યાં પહેલેથી જેને સંકેત ગોઠવી રાખ્યા હતા તે, મૂળરાજના ચાર હજાર પાયદળે તબુને ઘેરી લીધો. પછી મૂળરાજે તે રાજાને કહ્યું કે “ આ પૃથ્વીના પડ ઉપર મારી સામે યુદ્ધમાં ઉભે રહે એવો કોઈ યુવીર રાજા છે કે નહિ એમ હું વિચાર કરતો હતો
ત્યાં મારી ઈચ્છાને અનુસરતા તમે આવી પહોંચ્યા. પણ ખાવા જતી વખતે જેમ (કાળીઆમાં) માખી આવી પડે તેમ તિલંગદેશના તૈલપ નામના રાજાનો સેનાપતિ મને જીતી લેવા આવ્યા છેતેને શિક્ષા કરી લઉં, ત્યાં સુધી તમારે મારા ઉપર પછવાડેથી હુમલો ન કરવો એમ તમને આગ્રહભરી વિનતિ કરવા આવ્યો છું. ” મૂળરાજે આમ કહ્યું ત્યારે તે રાજાએ જવાબ આપ્યો કે “તમે જે કે રાજા છે છતાં સામાન્ય પાયદળ પેઠે જંદગીનું જોખમ ન ગણીને આ રીતે એકલા શત્રુના ઘરમાં પેસે છે તેથી તમારી સાથે હવે મારે જીદગીના છેડા સુધી સંધિ જ રહેશે” તે રાજાએ એમ કહેતાં એવું ન બોલો” એમ તેને રોકીને, તેણે જમવા માટે નિમંત્રણ આપ્યું તેની તિરસ્કારથી ના પાડીને, હાથમાં તરવાર લઈ મૂળરાજ ઉભો થઈ ગયો. અને સાંઢણ ઉપર ચઢી તે લશ્કરથી વીંટાઈને સેનાપતિ બારપના લશ્કર ઉપર તુટી પડે. અને તેને મારીને તેના દશહજાર ઘેડાઓને તથા અઢાર હાથીઓને લુંટી લઈ જ્યાં મુકામ કરે છે ત્યાં જાસુસએ આ ખબર આપવાથી સપાદલક્ષને રાજા ભાગી ગયો.૮
રાજાએ શ્રીપાટણમાં મૂળરાજવસહિકા કરાવી. અને મૂળદેવ સ્વામીનું મંદિર કરાવ્યું. અને દર સોમવારે શ્રી મેશ્વર પાટણની યાત્રા કરવા૭૯ શિવભક્તિથી મૂળરાજ જતો હતો એટલે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા સેમ
૭૭ કૂવવ્યથા વાળા વાક્યને અર્થ ટેનીના કે રા. દી. શાસ્ત્રીના ભાષાંતરમાં સ્પષ્ટ નથી.
૭૮ સપાદ લક્ષના રાજાએ મૂળરાજ ઉપર ચડાઈ કર્યાને હેમ કે તે બીલકુલ ઉલ્લેખ નથી કર્યો. જિનમંડનગણિએ પણ એ વાત નથી નેધી. સુકૃતકાર્તિકલોલિની, કીર્તિ કામુદી, વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ, કે સુકૃત સંકીર્તનમાં પણ એ વાતને ઉલ્લેખ નથી. પણ બારપ ઉપર મૂળરાજે પોતાના પુત્ર ચામુંડને મેકલ્યાની લાંબી કથા હેમચઢે કહી છે (જુઓ દ્વયાશ્રય સ. ૬) અને કીર્તિ કોમુદી, સુ. કી. ક, સુ. સં. વ. તે. પ્ર. વગેરેમાં બારપને મૂળરાજે હરાવ્યાની વાત ટૂંકામાં નેધેલી છે. વસંત વિલાસમાં તે મૂળરાજના એકેય યુદ્ધનું સ્પષ્ટ કથન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org