________________
૪૪
પ્રબંધ ચિંતામણી
મૂળરાજે પોતાનાં માણસોને તૈયાર રાખી એક વખત ઉન્મત્ત મામાએ ગાદી ઉપર બેસાર્યો ત્યારે તેને મારીને પોતે સાચે જ રાજા થઈ પડે. સં. ૯૯૮ માં મૂળરાજને રાજ્યાભિષેક થયો.
૨૪ એક વખત સપાદલક્ષનો રાજા શ્રીમૂળરાજને હરાવવા માટે ગૂર્જરદેશની નજીક આવ્યો, એજ વખતે પતિલ દેશના રાજાનો બારપ નામનો સેનાપતિ ચડી આવ્યો. આ બેમાંથી એક સાથે લડાઈ ચાલતી હોય ત્યાં બીજે પછવાડેથી હલ્લો કરે તે ?” એ માટે પ્રધાનો સાથે મૂળરાજે વિચાર કર્યો. અને પ્રધાનોએ સલાહ આપી કે “કંથાદુર્ગમાં ભરાઈ રહીને ડા દિવસ કાઢી નાખવા, પછી નવરાત્રિ આવતાં સપાદલક્ષને રાજા પિતાની રાજધાની શાકંભરી (સાંભર)માં પોતાની ગોત્રદેવીની પૂજા કરવા જશે ત્યારે શ્રીબાપ સેનાપતિને હરાવે અને પછી સપાદલક્ષના રાજાને પણ હરાવો.” આ
૭૩ મૂળરાજને રાજ્યાભિષેક સં. ૯૯૮ માં થયો એ મતને સામાન્ય રીતે એકાદ પ્રત શિવાય (જુએ મૂળ પૃ. ૨૪ ટિ. ૧) બધી પ્રતેને તથા પાછળના કુમારપાલ પ્રબંધ વગેર ગ્રે શેને ટેકો છે; માત્ર વિચારશ્રેણીમાં સં. ૧૦૧૭ માં રાજ્યાભિષેક થયે એમ કહ્યું છે. પણ સિદ્ધરાજને હમણાં મળી આવેલો લેખ જોતાં સં. ૯૯૮ ની સાલ જ માનવી યોગ્ય છે. ( જુઓ પૃ. ૪)
૨૩ મો પ્રબંધ જિનમંડનગણના કુમારપાલ પ્રબંધમાં પણ ઉપર પ્રમાણે મળે છે.
૭૪ સપાદ લક્ષ એટલે સવાલીક પ્રદેશ, એજ શાકંભરી કે સાંભર, પાછળથી આ રાજાએ અજમેરના ચેહાણ રાજાઓના નામથી ઓળખાય છે. મૂળરાજ ઉપર ચડી આવનાર સપાદલક્ષીય રાજાનું નામ પ્ર. ચિં. માં આપ્યું નથી; પણ હમ્મીર મહાકાવ્યમાં વિગ્રહરાજ નામ આપ્યું છે. વિ. સં. ૧૦૩૦ને શાકંભરીના એક વિગ્રહરાજનો લેખ મળે છે જુઓ E. I. Vol 11 p. II6) માટે એ વિગ્રહરાજ જ મૂળરાજ ઉપર ચડી આવ્યો હોવાનો સંભવ છે.
૭૫ તિલંગ દેશ તે આજે પણ એજ નામથી ઓળખાય છે. મૂળરાજના વખતમાં છેલ્લા રાષ્ટ્રકુટ રાજાને હરાવીને ઈ. સ. ૯૭૨ (વિ. સં. ૧૦૨૮ ) માં માન્ય ખેટમાં તૈલપે ચાલુક્યવંશનું રાજ્ય સ્થાપ્યું. હવે બારપ નામને લાટને ચાલુક્યવંશી રાજા (કે તૈલપને સામંત) મૂળરાજના વખતમાં લેવાનું બારપના પાત્ર કીર્તિવર્માના શક, ૯૪૦ (વિ. સં. ૧૦૭૪) ના લેખથી અનુમાન થાય છે (જુઓ પ્રાચીન લેખમાળા.)
આ બારપે લાટમાં પોતાની સ્વતંત્રતા રાખીને તૈલપનું આધિપત્ય સ્વીકાર્યું હોય તો પ્ર, ચિ. નું ઉપલું કથન, હેમચંદ્ર તે વાટેશર કહે છે તે અને કીર્તિકૈમુદીનું લાગેશ્વરને સેનાપતિ એ રીતનું કથન, ત્રણેનું સમાધાન ન થઈ શકે છે. સકત સંકીર્તનમાં કાન્યકુબજ રાજાને દંડનાથ બાપને કહ્યો છે, તે તો ભૂલ જ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org