________________
વિક્રમાક પ્રબંધ
૧૩ ર૯(૬) ( કારણ કે) હે કેશાધીશ, આપ્ત વર્ગને કે પુરૂષ મારી નજરે પડે છે તેને એક હજાર કનિષ્ક આપવા; જેની સાથે હું સંભાષણ કરું તેને દશ હજાર આપવા; જેની વાણીથી મને હસવું આવે તેને તારે એકદમ એક લાખ નિષ્ક આપવા અને મને જે સતેષ પમાડે તેને એક કોડ નિષ્ક આપવા. આ મારી હમેશ માટે સેક્સ આજ્ઞા છે. આ રીતે વિક્રમ રાજાએ દાનની રકમો ચોક્કસ ઠરાવી રાખી હતી.
૮ વળી એક વખત રાજાએ તેમને (સિદ્ધસેનને ) અપાવેલા સુવર્ણ વૃત્તાંત કોશાધ્યક્ષને પૂછે ત્યારે તેણે કહ્યું કે “મેં ધર્મવહિકામાં નીચેના લોકમાં એ સુવર્ણદાન નોંધ્યું છે –
(૭) દૂરથી હાથ ઉંચા કરીને “ધર્મલાભ' એમ સિદ્ધસેન સુરીએ કહ્યું ત્યારે એમને રાજાએ એક કોડ આપ્યા.૩૨
પછી શ્રી સિદ્ધસેન સૂરીને સભામાં બેલાવીને “તમને તે દિવસે અપાયેલું સુવર્ણ લીઓ” એમ રાજાએ કહ્યું. ત્યારે “જમીને તૃપ્ત થયેલાને ભજન નકામું છે” એમ કહીને પછી “ આ સુવર્ણથી કરજે દબાયેલી પૃથ્વીને ૩૩ કરજમાંથી મુક્ત કરે” એમ ઉપદેશ આપે. એટલે તે ઉપદેશથી સંતુષ્ટ થયેલા રાજાએ તે ઉપદેશને સ્વીકાર કર્યો.
(૮) હાથમાં ચાર લેકે રાખીને તમને મળવાની ઈચ્છાથી કે ભિક્ષ આવ્યો છે, તેને દરવાજે રોકવામાં આવ્યો છે, હવે તે આવે કે જાય ?
(રાજાએ જવાબ આપ્યો:–).
(૯) હાથમાં ચાર મૂકવાળા ભિક્ષુને દશ લાખ રોકડા આપે અને ચૌદ શાસને (દાનના લેખે ) આ પછી તેની મરજી પ્રમાણે આવે કે જાય. ૨
૨૯ આ છઠ્ઠો શ્લોક ઉપરના પારિગ્રાફ પહેલાં મૂળમાં છપાયો છે, પણ એ અમુક પ્રત માં નથી મળતો અને સંબંધ જોતાં એ સ્થળે નહિ પણ ભાષાંતરમાં
જ્યાં મુક્યા છે ત્યાં હોય તો ચાલે એમ ગણુને અહીં એટલે મને ફેરફાર કર્યો છે. - ૩૧ એ વખતે રાજાએ કરેલાં ધર્મદાને માટે રાજ્યના દફતરમાં ખાસ ચોપડે રહેતે, જેને ધમવાહિકા કહેતા.
૩૨ આ ક્ષેક જૈનસિહાસન કાત્રિશિકામાં તથા પ્રભાવક ચરિત (વૃદ્ધવાદી પ્રબન્ધ . ૬૪)માં મળે છે. આનું પ્રાપ્ત રૂપ કથાવલીમાં મળે છે.
૩૩ કરજે દબાયેલી પ્રસ્તા અવનીને અર્થ આજની પેઠે કરજમાં દબાયેલી, પૃથ્વી ઉપર જીવનાર ખેડુ પ્રજા એમ હશે. એ વખતે પણ ખેડ પ્રજા કરજમાં દબાયેલી હોવાનો સંભવ છે, પણ આ પ્રકરણમાં તે આગળ એ ખેડુ પ્રજાની ગણમુક્તિ વિષે કાંઈ નથી આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org