________________
13
વિકમાક પ્રબંધ અને એમાં આત્માને મલિન કર્યો, છતાં અજરામરપણું ન મેળવ્યું અફસોસ, તું જન્મ હારી ગયે.
૧૨ એક વખત વિક્રમનું આયુષ્ય પુરૂં થવા આવ્યું, ત્યારે કોઈ આયુર્વેદ જાણનાર વૈધે વિક્રમની તબીઅત ખરાબ જોઈને, કાગડાનું માંસ ખાવાથી રોગ મટશે” એમ કહ્યું; એટલે રાજાએ એ રંધાવ્યું, એ ઉપરથી રાજાની પ્રકૃતિમાં ફેરફાર થયે છે, એમ વિચારીને હવે ધર્મ એજ બળવાન ઔષધ છે,” એમ રાજાને (તેણે) જણાવ્યું. “પ્રકૃતિને વિકાર થાય એ ઉત્પાત છે, જીવવાની તૃષ્ણથી પિતાની લોકોત્તર સત્ત્વશાળી પ્રકૃતિ છેડીને તમે કાગડાનું માંસ ખાવા ઇચ્છે છે માટે જરૂર નહિ છો";૩૯ એમ વૈધે કહ્યું, એટલે એને પરમાર્થ બધુ ગણીને પ્રશંસા કરી તથા ઈનામ આપ્યું. પછી હાથી, ઘોડા ખજાને વગેરે પિતાનું સર્વસ્વ યાચકાને આપી દઈ રાજની તથા નગરલેકની રજા માગી લીધી. અને પછી પોતાના મહેલમાં કયાંક એકાંતમાં તે સમય (મરણ સમય)ને યોગ્ય સ્નાન, દાન, દેવપૂજા વગેરે કરીને દર્ભાસન ઉપર બેઠા અને હવે ૪બ્રહ્મઠારથી પ્રાણ છેડીશ એમ વિચાર કરે છે ત્યાં અકસ્માત આવેલ અપ્સરાઓના સમૂહને જે, એટલે હાથ જોડીને “ તમે કોણ છે ?” એમ પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું “અત્યારે લાંબી વાત કરવાનો વખત નથી, પણ અમે તમારી રજા લેવાજ આવ્યાં છીએ ” આમ કહીને અપ્સરાઓ પાછી વળતી હતી ત્યાં વિક્રમે ફરી કહ્યું. “કાઇ નવા બ્રહ્માએ તમને ઉત્પન્ન કરી લાગે છે, કારણ કે તમે અસાધારણ રૂપવાળી છે છતાં નાક નથી એ એક ખામી છે એ શું? એટલું જાણવાની મારી મરજી છે ” આના જવાબમાં તેઓએ હાથની તાલી પાડી, હસીને કહ્યું કે “તમે તમારા દોષને અમારામાં આરોપ કરો છે." આટલું બોલીને તેઓ મુંગી રહી એટલે રાજાએ કહ્યું કે “ તમે તે સ્વર્ગલોકમાં રહે છે, તે તમારો અપરાધ મેં કર્યો હોય એ કેમ સંભવે?” ત્યારે પ્રમાણે અન્યત્ર પણ ] આપી નથી એટલે રા. દી. શાસ્ત્રી પેઠે મેં પણ સાહસને છુટું મુક્યું અર્થાત્ ખૂબ સાહસ કર્યું એવો અર્થ કર્યો છે.
૩૯ માણસની પ્રકૃતિમાં એકાએક ફેરફાર થાય એ નજીક આવતા મરણનું સૂચક છે એવી આયુર્વેદેવી માન્યતા છે.
૪૦ બ્રહ્મધાર = બ્રહ્મરધ; મરણ વખતે પ્રાણ શરીરનાં આંખ, નાક વગેરે જુદાં જુદાં છિદ્રોમાંનાં એકમાંથી નીકળી જાય છે એમ મનાય છે, પણ યોગીઓના પ્રાણ બ્રહ્મદ્વાર-બ્રહ્મરંધ્ર-માથાની મધ્યમાં રહેલી શીવણીમાંથી એ તુટીને નીકળે છે, એમ મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org