________________
પ્રબંધ ચિંતામણિ
નામના બે રાજાઓ જૂના કાળમાં થઈ ગયા હોવાની, મધ્ય કાળમાં સામાન્ય માન્યતા હતી. અને એ બેય રાજાઓ વિષે અનેક દંતકથાઓ પણ પ્રચારમાં આવી હતી. એ વખતનું બ્રાહ્મણ સાહિત્ય આ કથાઓથી અસ્પષ્ટ નથી એમ કથા સરિત્સાગર (કર્તા સોમેશ્વર. ઈ. સ. ૧૦૭૦) ઉપરથી લાગે છે. કથા સરિત્સાગરમાં આવતી વૈતાલ પિચવિંશતિ કથા નાયક રાજા ત્રિવિક્રમસેન (વિક્રમસેનને પુત્ર ) એ અને અહીં આપેલ કથાઓનો નાયક વિક્રમાદિત્ય એક જ છે. (જુઓ કથા સરિત્સાગરના ટેનીએ કરેલા અંગ્રેજી ભાષાંતરની Pengerની નવી આવૃત્તિ The Ocean of Story Vol. VI p. 228. )
પણ અહીં વિક્રમ સંબંધી જૈનશ્રત પરંપરામાં જળવાઈ રહેલ દંતકથાઓને વિચાર પ્રસ્તુત છે. અને વિક્રમ સંબંધી દંતકથાઓ સિદ્ધસેન દિવાકરના સંબંધને લીધે જૈનેએ વધારે જાળવી રાખેલ છે એ સ્પષ્ટ છે.
વિક્રમસંબંધી આ દંતકથાઓ અત્યારે આ પ્રબંધ ચિંતામણિમાં, એનાજ સમકાલિન પ્રભાવક ચરિતમાં તથા તીર્થ કલ્પમાં, અને તેથી કાંઈક અર્વાચીન પ્રબધેકેશમાં, તેમજ કાંઈક પ્રાચીનતર પરિશિષ્ટ પર્વમાં અને તેરમા ચૌદમા શતકથી પ્રાચીન નહિ એવા સિંહાસન ઠાત્રિશિકા (બત્રીશ પુતળીની વાર્તામાં મળે છે. આથી પ્રાચીનતર જૈન સાહિત્યમાં કવચિત ટુંકા ઉલ્લેખ મળે છે ખરા. પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રન્થમાં એ વખતે લેકમાં પ્રચલિત વિક્રમ સંબંધી દંતકથાઓ અને સુભાષિતને સંગ્રહ કરવામાં આવ્યું છે. મેરૂતુંગ વગેરે ગ્રંથકારે કાઈ પ્રમાણભૂત મૂળમાંથી પોતે સંગ્રહ કરેલો છે એમ કહેતા નથી. માત્ર સત્સંપ્રદાય (good tradition) હવાલે આપે છે. છતાં આ જેનશ્રત પરંપરા તદ્દન નિમ્ળ છે એમ કહેવું એ સાહસ છે. વિક્રમાદિત્ય નામને કઈ રાજા આ દેશના ઈતિહાસમાં થઈ ગયો છે કે નહિ એ પ્રશ્નને ચક્કસ ઉત્તર આપ કઠણ છે. જેણે વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હોય એવા તે એક કરતાં વધારે રાજાઓનાં નામ આ દેશના ઈતિહાસમાં મળે છે. દા. ત. ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજા (ઈ. સ. ૭૮૦ થી ૪૧૪) એ વિક્રમાદિત્યની પદવી ધારણ કરેલી, એજ રીતે એ પછી લગભગ સો વર્ષ થઈ ગયેલા યશોધર્મ રાજાએ પણ વિક્રમાદિત્યની પદવી ધારણ કરેલી. અને દક્ષિણના ચાલુક્ય વંશમાં તો વિક્રમાદિત્ય નામના અનેક રાજાઓ થયા છે. પણ વિક્રમ સંવતના આરંભ વખતે એટલે ઇ. સ. પૂર્વે પ૭ ની આસપાસમાં જેના નામથી સંવત પ્રવર્તે એ વિક્રમ નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org