________________
૩૫
વનરાજાદિ ચાપોત્કટ વંશ જોધીએ છીએ.” “જે તે શહેરને મારું નામ આપે છે એવી જમીન બતાવું” એમ કહીને જાળ (પીલુડી?)નાં ઝાડ પાસે જઈને જેટલી જમીનમાં સસલાએ કુતરાને હીવરાવ્યો હતો તેટલી જમીન બતાવી. અને ત્યાં અણહિલ્લપુર નામથી વિક્રમ સં. ૮૦૨ વર્ષમાં વૈશાખ સુદિ બીજને સોમેશ૦ શહેર વસાવીને તે જળના ઝાડના મૂળ આગળ ધવલગ્રહ કરાવીને, રાજયાભિષેકના મુહૂર્ત વખતે કાકરગામમાં રહેતી તે માનેલી બેન શ્રીદેવીને તેડાવીને, તેની પાસે તિલક કરાવીને પચાસ વર્ષના વનરાજે પિતાનો રાજ્યાભિષેક કરાવ્યું. અને તે જબ નામના વાણીઆને મહામાત્ય બનાવ્યો. પછી પચાસર ગામથી શ્રીશીલગુણ સૂરિને ભક્તિપૂર્વક બેલાવી ધવલગ્રહ (રાજમહેલ)માં પિતાના સિંહાસન ઉપર બેસારી સાતેક અંગવાળું રાજ્ય તેમને અર્પણ કરીને કૃતજ્ઞોમાં શિરોમણિપણું બતાવ્યું. પણ નિસ્પૃહ હોવાથી તેઓએ (રાજ્ય લેવાની) ના પાડી. પણ વનરાજે પ્રત્યુપકાર બુદ્ધિથી એમની આજ્ઞા પ્રમાણે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાવાળું પંચાસર નામનું જૈન મંદિર કરાવ્યું અને તેમાં પોતાની પૂજક તરીકેની ( ૬૦ અણહિલપુર નામ અણહિલ્લ ભરવાડે બતાવેલી જમીન ઉપરથી પડયું એ તે અણહિલપુર નામ ઉપરથી પાછળથી ઉપજેવી દંતકથા જ લાગે છે. પણ અણહિલપુર પાટણની સ્થાપનાની તિથિ એ મેટી એતિહાસિક ચર્ચાનો વિષય છે. ઉપર મેરૂતુંગે સંવત ૮૦૨ વૈશાખ સુદિ બીજ એ રીતે પાટણની સ્થાપનાની તિથિ આપી છે, પણ તેણે જ વિચાઍણમાં સંવત ૮૨૧ વૈશાખ સુદિ બીજને સોમ ( तदनु संवत् ८२१ वर्षे वैशाख शुदि २ सोमे चाउडावंशोत्पनः वनराजः શ્રી દિધુમચા ચત) એ રીતે તિથિ આપી છે. ધર્મારણ્યમાં સંવત ૮૦૨ અષાઢ સુદ ત્રીજને શનિવાર આપેલ છે (સ. ૬૬ છો. ૮૪) પાટણના ગણપતિ મંદિરની મૂર્તિ નીચેના લેખમાં સં. ૮૦૨ ચૈત્રસુદિ બીજને શુક્રવાર લખેલ છે. રાસમાળાએ ઉતારેલ એક કવિતના સારમાં સં. ૮૦૨ મહાવદિ ૭ને શનિવાર લખેલ છે. (જુઓ રાસમાળા પૃ. ૪૫) અને પાટણની રાજવંશાવલિમાં સં. ૮૦૨ શ્રાવણ સુદિ બીજ ને સોમ આપેલ છે. (એજન પૂ. ૪૨) આ જુદી જુદી તિથિઓમાંથી પ્ર. ચિં. માં તથા ધર્મારણ્યમાં આપેલીનાં તિથિવાર ગણિત કરતાં મળી રહે છે. બાકીનાં નથી મળતાં (જુઓ કાન્તમાળામાં શ્રી. રામલાલ ચુનીલાલ મોદીને લેખ પૃ. ૧૫૭)
૬૧ રાજ્યનાં સાત અંગે તરીકે સ્વામી (રાજા) અમાત્ય, સુદત (મિત્રરાજા) ગ, રાષ્ટ્ર, લશ્કર, અને કોશ એ પ્રમાણે ગણાય છે.
૬૨ પંચાસર પાર્શ્વનાથ નામનું જૈન મંદિર અત્યારે પાટણમાં છે અને તેમાં વનરાજની રાજછત્રવાળી આરાધક મૂતિ પણ છે પણ બેમાંથી એકેય વનરાજના સમયનાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org