________________
વિકમાર્ક પ્રબંધ
૨૫ ઈ. સ. પૂર્વે પ૭ માં કનિષ્ક શરૂ કરેલે એ એક મત પહેલાં ચાલેલે (જુઓ ઈમ્પીરીઅલ ગેઝીટીઅર ઓફ ઈન્ડીઆ Vol. I p. 4-5 ની ટિ.) પછી સર જોન માર્શલે એઝીઝ પહેલાથી આ સંવત્ ચાલ્યો એ મત પ્રગટ કર્યો. પણ ડા. કોનાએ એ મતનું હમણાં બે વર્ષ પહેલાં જ સચેટ ખંડન કર્યું છે (જુઓ Historical Introduction to Corpus Inscriptionum Indicarum Vol. II part 1)
આ વિષયમાં કેમ્બ્રીજ હીસ્ટરી ઓફ ઈન્ડિઆ (Vol. I.)માં રેસને બહુ સરસ નોંધ કરી છે. એ કહે છે કે સીક્કાઓને પુરા સાચે સમજાય તે આ સમય (ઈ. સ. પૂર્વે પ્રથમ શતક)ની ઐતિહાસિક સ્થિતિ નીચે પ્રમાણે લાગે છે. આન્ધોએ વચલ મુલક કબજે કરીને ઉજજેનનું રાજ્ય ઘણું કરી શુંગ પુષ્યમિત્ર પાસેથી જીતી લીધું. એટલે લગભગ ઈ. સ. પૂર્વે ૯૦ માં ઉજેનની ઉત્તરે યવનનું, પૂર્વમાં ગેનું અને દક્ષિણમાં આન્ધોનું જોર હતું અને વિરૂદ્ધ પુરા ન હોવાથી ઉજેન આન્ધોના હાથમાં લેવાને સંભવ લાગે છે. પછી ઈ. સ. પૂર્વે ૭૫ ની આસપાસમાં પશ્ચિમમાં શકેનું જેર થયું, શકહીપના આ શકે છેક ઉજજેન સુધી વધ્યા હોવાનો સંભવ છે અને એ બનાવનું સ્મરણ ઉપરની કાલકાચાર્યની જૈન કથામાં જળવાઈ રહ્યું લાગે છે. (કાલકાચાર્ય કથાનક ઈ. સ. દશમા અગીઆરમા શતકની રચના હશે. સમગ્ર કથા માટે
એ પ્રસ્થાન પુ. ૧૩ અં. ૫) અલબત્ત કથા સાચી છે કે ખોટી છે એ ચોક્કસ કહી શકાય એવું નથી. પણ એ સમયની જે એતિહાસિક પરિસ્થિતિ બીજ અતિહાસિક સાધનોથી આપણે જાણીએ છીએ તે એ કયાથી વિરૂદ્ધ નથી. જેને ઉજ્જૈનના રાજાએ કનડયા હોય અને તેઓએ આ પરદેશીઓની મદદ માગી હોય એ સંભવિત છે.
ફર ગર્દભિલ્લ અને તેને શાને મારનાર પરોપકારી પુત્ર વિક્રમાદિત્ય બેય એતિહાસિક પુરૂષો હોય, ગર્દભિલેના વંશને પુરાણમાં ઉલ્લેખ મળે છે (જુઓ ભાગવત ૧૨-૧-૨૭, વિ. પુ. અં. ૪ અ. ૨૪ . ૧૪). અને કેટલાક વિક્રમાદિત્યને ઉજજેનને કહે છે (દા. ત. નવસાહસિક ચરિત, પ્ર. ચિ. વગેરે) તે કેટલાક પ્રતિષ્ઠાનને કહે છે, તેનો ખુલાસો આ રાજાઓનો આબ્રો સાથે સંબંધ માનવાથી થઈ શકે છે. ગર્દભિલ્લે કદાચ આન્ધોની શાખા હોય, આન્દ્રો અને શકે વચ્ચેનું યુદ્ધ આ કાળથી શરૂ થયું હશે અને ઈ. સ. બીજા શતકમાં જ્યારે ઉત્કીર્ણ લેખો મળે છે ત્યારે એ સ્પષ્ટ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org