________________
વિકમા પ્રબંધ બતાવ્યો, પણ રાજા, કાલિદાસ કે કોઈ વિદ્વાન એ સમજી શક્યા નહિ. આથી રાજા નિરાશ થઈ ગયો અને તેણે અનશનવ્રત લીધું. આ જોઈને વરરૂચિ નામે એક પંડિત નિર્વિણ થઈને જંગલમાં નીકળી પડ્યા. ત્યાં જંગલમાં ઝાડ ઉપર રાત ગાળતાં એક શગાલ સ્ત્રી પાસેથી તેને ખુલાસે મળી ગયો. કારણ કે તે ગાલ સ્ત્રીએ પિતાનાં બચ્ચાંને ઉપરની વાર્તા કહી સંભળાવી અને અપ્રશિખ શબ્દ એક લેકનાં જુદાં જુદાં ચાર પદોના પહેલા અક્ષરોથી બનેલું છે એ પણ કહ્યું –
अनेन तव पुत्रस्य प्रसुप्तस्य वनान्तरे । शिखामाक्रम्य पादेन खड्गेन निहतं शिरः ॥
હવે “વિસેમિરા”ની કથા નીચે પ્રમાણે છે-વિશાલા નગરીમાં નન્દ નામે એક રાજા હતો. તેના પુત્રનું નામ હતું વિજયપાલ, અને તેના મંત્રીનું નામ બહુશ્રુત, હવે રાજાને પોતાના ગુરૂ શારદાનદ ઉપર કાંઈક ખે વહેમ આવવાથી તેણે ગુરૂને મારી નાખવાનું કામ બહુશ્રુતને સંપ્યું. પણું મંત્રીએ દીર્ઘદ્રષ્ટિ વાપરીને તેને ન મારતાં પિતાને ત્યાં ભોંયરામાં સંતાડી રાખ્યા. એક દિવસ કુંવર વિજયપાલ શિકાર કરવા ગયો અને રસ્તો ભુલી ગયા. ત્યાં તેની પછવાડે વાઘ પડવાથી તે ઝાડ ઉપર ચડી ગયો. આ ઝાડ ઉપર વૃક્ષદેવતા વાંદરાનું રૂપ લઈને વસતા હતા. તેણે કુંવરની ખૂબ પરોણાગત કરી અને રાત પડતાં કુંવરને પોતાના ખોળામાં સુવાર્યો. હવે ઝાડ નીચે બેઠેલા વાધે કુંવરને નાખી દેવા માટે વાંદરાને ઘણું સમજાવ્યો. પણુ વાંદરે માન્યું નહિ. અમુક વખત પછી વારો બદલાણો અને વાંદરે કુંવરના ખેાળામાં સુતે. વાધે કુંવરને બીવરા, વાંદરાને નાખી દેવા સમજાવ્યો અને કુંવરે બીકથી વાંદરાને નાખી દીધો. પણ વાંદરો પડતાં પડતાં ઝાડની ડાળીને વળગીને બચી ગયો. આથી કુંવર શરમાઈ ગયો. વાંદરે તો એને આશ્વાસન આપ્યું. કે “કાંઈ નહિ, ભૂલ થઈ જાય, પણ તમને પસ્તા થાય છે એ સારું છે.” ત્યાં સવાર પડતાં વાઘ ચાલ્યો ગયો. પછી દેવતાત્મા વાંદરે કુંવરને વિ. સે. મિ. રા. એમ ચાર અક્ષરે ગેખાવ્યા, અને પછી ઝાડ ઉપરથી ઉતાર્યો. પછી તે કુંવર ગાંડા જેવો થઈ ગયો અને “વિ. સે. મિ. રા.” એમ બોલ બેલ જંગલમાં ભટકવા લાગ્યો, ત્યાં તેને શોધવા નીકળેલા રાજાને એ મળી ગયો. રાજાએ કવરને ગાંડા જેવો જોઇને તથા વિ. સે. મિ. ૨. જ બોલ્યા કરતો જોઈને દવાના, મંત્રના વગેરે ઘણું ઉપાય કર્યા પણ કાંઈ ફાયદો ન થયો ત્યારે એને ગુરૂ શારદાનંદ યાદ આવ્યા. અને તેને શોક કરવા માંડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org