________________
પ્રબંધ ચિંતામણિ
તેઓમાંથી એક મુખ્ય સુંદરીએ કહ્યું. “હે રાજન! પૂર્વ જન્મનાં પુણ્યથી આ વખતે નવે નિધિ તારા મહેલમાં ઉતર્યા હતા. તે નવ નિધિઓની અમે અધિષ્ઠાત્રી દેવતાઓ છીએ. દેવરૂપ તમે જન્મથી આરંભી આજસુધીમાં, મહા દાનો આપવામાં માત્ર એક નિધિમાંથી એટલો જ ભાગ ઓછો કર્યો છે કે જેથી તમે નાકનું ટેરવું જોઈ શકતા નથી.” આ પ્રમાણે તેઓનું બેલડું સાંભળી કપાળે હાથ અડાડી તેણે કહ્યું કે “જે હું નવ નિધિઓ છે એમ જાણત, તે નવ પુરૂષોને તે આપી દેત પણ દેવે અજ્ઞાન રાખીને મને ઠગે છે.” ત્યારે તેઓએ યાદ આપ્યું કે “કળિયુગમાં તે તમે જ ઉદાર છો.” આ રીતે શ્રી વિક્રમ પરલોકને પ્રાપ્ત થયા. ત્યારથી આજસુધી વિક્રમાદિત્યને સંવત્સર જગતમાં ચાલે છે. શ્રી વિક્રમાદિત્યના દાનના વિવિધ પ્રબંધો છે.
પરિશિષ્ટ મ “ઉશરટ’ શબ્દમાંથી પંડિત વરરૂચિએ કાંઈક અર્થ ગઠવીને ગોવાળને પતિ તરીકે ચલાવ્યાની જે કથા મેરૂતુંગે અહીં આપી છે, તેને કાંઈક મળતી એક “અપ્રશિખ'ની વાર્તા કથા પ્રકાશમાં છે. અને બીજી વિસેમીરા ની જેનસિંહાસન તાત્રિશિકામાં છે. | પહેલી વાર્તાને સાર નીચે પ્રમાણે છે. ભોજરાજાના સમયમાં ઉજજૈનમાં એક બ્રાહ્મણ રહેતા હતા, આ બ્રાહ્મણને કવિ કાલિદાસ જેટલું માન મળતું નહોતું, એટલે તે પોતાની નાતનાજ એક નેકર સાથે પરદેશ નીકળી ગયો. અને કાલિંજરના રાજાને મળ્યો, તેની સેવામાં રહ્યો અને છેવટ રાજાએ ખૂબ દાન આપી રજા આપી. પાછા વળતાં એક દિવસ એક વૃક્ષ નીચે પિતે સુતા સુતાં ઉંઘી ગયો. એ વખતે નોકરના મનમાં લેભની વૃત્તિ જાગી અને તેણે તેના માથા ઉપર પગ મુકી તેનું માથું કાપી નાખવા માટે તરવાર કાઢી. ત્યાં શેઠ જાગી ગયો અને તેણે નોકરને પોતાની પાસેનું બધું સોનું આપી દેવાની તથા એ ગામ છોડી દેવાની શરતે પિતાને બચાવવાની આજીજી કરી, પણ નેકરે ન માન્યું. ત્યારે પોતાના બાપને “અપ્રશિખ” એટલો સંદેશ આપવાની માગણી કરી. નોકરે એ વાત કબુલ કરી અને પછી શેઠ ઉપર ઘા કર્યો. ઉપરના સંદેશને કાંઈ અર્થ તેને બાપ સમ નહિ, એટલે તેણે ચૌદ વિદ્યા જાણનાર તરીકે રાજાને એ સંદેશ
૪૧ નદી, પર્વત, શહેર. ઝાડ વગેરે જડપદાર્થોની અંદર પણ, પ્રાણીઓમાં આત્મા વસે છે તેમ અધિષ્ઠાતા દેવતા વસે છે; એવી પૈરાણીક માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org