________________
પ્રસંગે શેઠશ્રીની વિનંતિને માન આપીને, કપડવણજથી વિહાર કરી શ્રીમદ્ પરમપૂજ્ય આગામે દ્ધારક આચાર્ય દેવેશશ્રીની સાથે વૈશાખ સુદ ૧ ના દિને શ્રીરાજનગરે પધાર્યા ૧૯૯૫ નું ચાતુર્માસ પૂજ્ય આચાર્ય દેવેશશ્રીની છત્રછાયામાં શ્રીરાજનગર મુકામે કર્યું. પૂજ્ય આચાર્યદેવેશશ્રીએ ૧૯૯૬ ના કારતક વદી ૭ ના શુભદિને ત્યાં આગળ વપૂર્વક ઘણી ધામધૂમથી પન્યાસપદ પ્રદાન કર્યું હતું તે દિને રાજગઢનિવાસી લુણાજી ઝવેરચંદ (લલિતસાગર) ના પુત્ર ગેંદાલાલને દીક્ષા આપીને મુનિશ્રી સુશીલસાગર નામ પાડયું. અને લલિતસાગરજીના શિષ્ય તરીકે જાહેર, કર્યા અને કારતક વદ ૧૩ ને દિવસે રાજગઢ નિવાસી મીશ્રીમલ પુનમચંદજીને દિક્ષા આપી માતંગસાગર નામ રાખ્યું અને ત્રિલેકસાગરના શિષ્ય તરીકે જાહેર કર્યા. અમદાવાદથી પૂ. આચાર્યદેવેશશ્રીની સાથેજ વિહાર કરીને શ્રીમદ્ પાલીતાણું પધાર્યા. ત્યાં મહા સુદ ૩ ના દિવસે ઉગામેડીવાળા શા. વાડીલાલને દીક્ષા આપી પોતાના શિષ્ય કર્યા અને વિજ્ઞાનસાગર નામ આપ્યું સં. ૧૯૯૬ નું ચાતુર્માસ પરમપૂજ્ય આચા
દેવેશશ્રી સાથે શ્રીપાલીતાણે કર્યું શ્રીપાલીતાણા મુકામે ચાતુર્માસ બાદ ભારે અછાહ્નિકા મહોત્સવપુર્વક પૂજ્ય આચાર્ય દેવેશશ્રીએ પોતાના વરદ હસ્તે આપણું ચરિત્રનાયકને ઉપાધ્યાયપદ સમપ્યું હતું.
શ્રી જામનગર સંઘના અતિ આગ્રહથી શ્રીમદે સં. ૧૯૯૭ નું ચાતુર્માસ પૂજ્ય આચાર્યદેવેશશ્રીની આજ્ઞા પામીને શ્રી જામનગર મુકામે કર્યું હતું તેઓશ્રીના મિલનસ્વભાવ, જ્ઞાનગુણુ અને પરમ શાંત સ્વભાવને લીધે અનેક સ્થળોની માફક શ્રી જામનગરને પણ શ્રીસકલ સંઘ તેઓમાં મંત્રમુગ્ધ બન્યા હતા અનેક વાંધા અને રગડા ઝગડા મૂકીને સકલ જ્ઞાતિના બાલવૃદ્ધ એકત્ર મળીને એકદીલ બનીને તેઓશ્રીની મધુર દેશના રાજરાજ સાંભળવા લાગ્યા હતા સવાલ અને વિસાશ્રીમાલી ભાઈઓ પરસ્પરના કારમા ભેદભાવને તેઓશ્રીના પવિત્ર ચરણે આવીની વિસરવાજ લાગ્યા. જોતજોતાં તે શ્રી જામનગર સંધ તેઓશ્રીની છત્રછાયામાં એકાકાર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com